Rajkot : નદીમાં અલગ અલગ થેલામાંથી મળ્યાં ક્રૃરતાપૂર્વક હત્યા કરાયેલ મહિલાના મૃતદેહના ટુકડા, તાંત્રિક વિધિમાં હત્યા કરાઈ હોવાની આશંકા

|

Apr 14, 2023 | 12:26 PM

Rajkot: રાજકોટમાં બેડી ચોકડી નજીક લાલપરી નદીમાંથી ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશના ટૂકડા અલગ અલગ થેલામાં ભર્યા હતા. જેમા મહિલાની તાંત્રિક વિધિમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

Rajkot : નદીમાં અલગ અલગ થેલામાંથી મળ્યાં ક્રૃરતાપૂર્વક હત્યા કરાયેલ મહિલાના મૃતદેહના ટુકડા, તાંત્રિક વિધિમાં હત્યા કરાઈ હોવાની આશંકા
મહિલાની લાશના ટૂકડા મળ્યા

Follow us on

રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી લાલપરી નદીમાંથી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી છે. ટુકડા કરાયેલી હાલતમાં અલગ અલગ થેલાઓમા મહિલાની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી છે. મહિલાનું માથું હાથ અને પગ એક થેલામાં અને મહિલાનું ધડ અલગ થેલામાં નદીમાંથી મળી આવ્યું છે. B ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે પહોંચી તપાસ હાથ ધરી છે.

મહિલાની લાશ સાથે તેમાં કાળા કલરના તાવીજો પણ મળી આવ્યા છે. જેને જોતા પોલીસે તાંત્રિક વિધિમાં મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. 3 થી 4 દિવસ જૂનો આ મહિલાની મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બાજુમાં રહેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો નદીમાં નાહવા આવ્યા ત્યારે તેને લાશની જાણ થઈ હતી. તેમણે અન્ય વ્યક્તિને જાણ કરતા પોલીસને જાણ કરી હતી.

15 દિવસમાં ગુમ થયેલી મહિલા વિશે હાથ ધરાઈ તપાસ

ક્રાઈમ બ્રાન્ચે હાલ અલગ અલગ ટીમો બનાવીને આ અંગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટ અને આજુબાજુના જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં જેટલી પણ મહિલા ગુમ થઈ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ અજાણી મહિલા કોણ છે? શા માટે મહિલાની હત્યા કરવામાં આવી તે આવનારા દિવસોમાં પોલીસ તપાસમાં બહાર આવશે. ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવશે કે મહિલાની હત્યા કઈ રીતે કરવામાં આવી અને કેટલા દિવસ પહેલા કરવામાં આવી. આટલી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ

આ પણ વાંચો: રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીનું કાઉનટડાઉન થયુ શરૂ, નરેન્દ્રસિંહ જાડેજા vs અરવિંદ રૈયાણી-નીતિન ઢાંકેચા જુથ મેદાને

મારવાડી કોલેજમાં ગાંજાના છોડવા મળ્યા

આ તરફ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ મચ્યો છે. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે.  બોયઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળી આવ્યો છે. સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મારવાડી યુનિવર્સિટીમાં પહોંચી હતી. હાલ પોલીસે NDPSના કેસને લઈને તપાસ શરૂ કરી છે. જો કે બીજી તપાસ થાય તે પહેલા જ આગચંપી કરવામાં આવી હતી. જેથી અનેક સવાલ ઉઠ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:26 pm, Fri, 14 April 23

Next Article