Rajkot : જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત બાદ ડિઝાઇનના મુદ્દે કામ અટવાયું, લોકો પરેશાન

|

Mar 17, 2023 | 8:15 PM

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત તો કરવામાં આવી. પરંતુ જાહેરાતને 5 મહિનાથી વધુ સમય થયા હોવા છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું નથી.રેલવે અને કોર્પોરેશન વચ્ચે ડિઝાઇનની અસમંજસને લઈને ઓવરબ્રિજનું કામ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ જર્જરીત ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.રા

Rajkot : જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત બાદ ડિઝાઇનના મુદ્દે કામ અટવાયું, લોકો પરેશાન
Rajkot Overbridge Issue

Follow us on

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત તો કરવામાં આવી. પરંતુ જાહેરાતને 5 મહિનાથી વધુ સમય થયા હોવા છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું નથી.રેલવે અને કોર્પોરેશન વચ્ચે ડિઝાઇનની અસમંજસને લઈને ઓવરબ્રિજનું કામ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ જર્જરીત ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.રાજ્ય સરકારે રાજ્યના જર્જરીત પુલની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ થાય છે.રેલવે ટ્રેક પર આવેલો સાંઢીયા પુલ વર્ષોથી હાલતમાં છે. મોરબી જુલતા પુલની દુર્ઘટના બાદ સાંઢીયા પુલને નવો બનાવવાની વધુ તીવ્ર બની છે. કોર્પોરેશન દ્વારા 44 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાની કાગળ પર જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ જાહેરાત કર્યાને 6 મહિના જેટલો સમય થયો હોવા છતાં સાંઢીયા પુલનું કામ ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું.

રેલવે અને કોર્પોરેશન વચ્ચે પુલની ડિઝાઇનને લઈને અસમંજસ

રેલવે અને કોર્પોરેશન વચ્ચે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને અસમંજસ હતી.મનપા દ્વારા પહેલા રજૂ કરાયેલી ડિઝાઇનમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા.જે ફેરફાર સાથે ફરી એક વાર મનપા દ્વારા લંબાઈ અને ઉચાઈમાં ઘટાડો કરીને રેલવેને રજૂ કરવામાં આવી છે.આ ડિઝાઇન ચેક કરવાની ફી પેટે રેલવેએ કોર્પોરેશન પાસે 12 લાખ જેટલી ફી માગી છે.જે કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે તે આવનારા દિવસોમાં રેલવેમાં રજૂ કરીને ડિઝાઇન અંગે મંજૂરી રેલવે દ્વારા આપવામાં આવશે.આ મંજૂરી મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજના કામ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં બ્રિજનું કામ શરૂ થશે.

જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ

હાલમાં જ રાજ્ય સરકારે જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ છે.બ્રિજનું કામ ક્યારે શરૂ થશે તે અંગે મનપાના સિટી ઇજનેરને પૂછતા તેઓ પણ હજુ ચોક્કસ સમય કહી નથી શક્યા કે ક્યારે બ્રિજનું કામ શરૂ થશે.પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી બ્રિજનું કામ ચાલુ નહિ થાય ત્યાં સુધી લોકો આ અતિ જર્જરીત સાંઢીયા પુલ પરથી પસાર થતા રહેશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

આ પણ વાંચો : Ahmedabad: મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન

Next Article