RAJKOT : કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો, જાણો કેટલો થયો ભાવ

|

Aug 10, 2021 | 2:47 PM

કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ફરસાણ, ચવાણા અને નાસ્તાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવા બજારોમાં વપરાતા પામોલિન તેલનો ભાવ વધી ગયો છે.

RAJKOT :  શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ખાદ્યતેલના ભાવોમાં વધારો થયો છે. કપાસિયા અને સિંગતેલ બાદ હવે પામોલિન તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ફરસાણ, ચવાણા અને નાસ્તાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવા બજારોમાં વપરાતા પામોલિન તેલના ડબ્બાનો ભાવ 200 રૂપિયા વધી ગયો છે.આ સાથે જ પામોલિન તેલના ડબ્બાનો ભાવ 2510 થી 2550 રૂપિયાએ પહોંચ્યો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 થી 2550 રૂપિયા છે, જે સિંગતેલના ભાવ કરતા પણ વધુ છે. કપાસિયા તેલના ભાવમાં ઘટાડાની હાલમાં કોઈ જ શક્યતા નથી. ઉલ્ટાનું તહેવારો દરમિયાન કપાસિયા તેલ મોંઘું થઈ શકે છે.સિંગતેલના ડબ્બાનો ભાવ હાલમાં 2450 થી 2530 રૂપિયા ચાલી રહ્યો છે. જોકે એક અઠવાડિયામાં સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ

આ પણ વાંચો : GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

Next Video