Rajkot : આખરે, સવા વર્ષ બાદ ‘અંબા’ને મળશે માતૃપ્રેમ, ‘અંબા’ બનશે ઇટલીની નાગરિક

|

Jun 10, 2021 | 9:31 AM

Rajkot : સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની 'અંબા' (amba) સાથે થયું હતું.

Rajkot :  મીઠા મધુરે મીઠા મેહુલા રે લોલ.. એક માતા પોતાના સંતાન માટે જીવ આપવા માટે પણ તૈયાર હોય છે.આપણે ઘણીવાર જોયું હોય છે કે, માતા કાળજું કઠણ કરીને નવજાત બાળકને તરછોડતી હોય છે. કોઈપણ કારણોસર ભલે માતા બાળકનો ત્યાગ કર્યો હોય પરંતુ તેને દુઃખ તો થયું હોય છે.

નવજાત બાળકને ત્યજી દેવાના બનાવમાં સમાજમાં વાતો કરવામાં આવે છે કે, આખરે એવું તે શું કારણ હશે બાળકે આ દુનિયા જોતા પહેલા જ તેને તરછોડવામાં આવ્યું હોય. કયારેક પરિસ્થિતિ એવી પણ હોય છે કે, સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની ‘અંબા’ (amba) સાથે થયું હતું.

આશરે દોઢ વર્ષ પહેલા રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામ વચ્ચે તરછોડાયેલ અને લોહી લુહાણ હાલતમાં ‘અંબા’ મળી હતી. અંબાએ 2થી અઢી મહિના સુધી હોસ્પિટલમાં મોટ સામે લડીને જંગ જીતી લીધો હતો. જે તે સમયે કલેકટર,કમિશનરથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. દોઢ વર્ષ બાદ આખરે હવે ‘અંબા’ને આશરો મળ્યો છે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમમાં (Shri Kathiawar Nirashrit Balashram) રહેતી અંબા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. હવે અંબાને માતા-પિતાનો પ્રેમ મળશે.

અંબાને ઇટલીના દંપતીએ દત્તક લીધી છે. ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી લીધી છે. હવે ત્રણ મહિના બાદ અંબા ઈટલીની નાગરિક બનશે. અંબાને સ્પેશિયલ કેટેગરીમાં મુકવામાં આવી હતી. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની ‘અંબા’ દીકરી બનશે.

નોંધનીય છે કે, આ બાળકીનું નામ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાખ્યું છે. ‘અંબા’ નામ આપનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અવાર નવાર હોસ્પિલની મુલાકાત લેતા હતા.

કાઠિયાવાડ બાલાશ્રમમાં 150થી વધારે બાળકો છે. જેમાં 70 બાળકો હાલ સંસ્થામાં છે.  કાઠિયાવાડ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં  350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે.

 

Next Video