Rajkot : જાહેરમાં છેડતીનો ભોગ બનેલી યુવતીને સલામતી બક્ષતી અભયમ ટીમ, છેડતી કરનારને જાહેરમાં માફી મંગાવી

181 અભયમ ટીમ એ યુવતી ગભરાયેલી હોવાથી સૌથી પહેલા તેને સાંત્વના આપી. અભયમ્ ટીમ એ યુવતીનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી રાત્રે ચીજ-વસ્તુ લેવા બહાર નીકળી હતી. ત્યારે અજાણ્યા યુવકે તેનો ચહેરો અડવાનો પ્રયાસ કરતા, તેણે બુમાબુમ કરી મૂકી. જે સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા ને યુવતીના માતા-પિતાને કોલ કરી જાણ કરી.

Rajkot : જાહેરમાં છેડતીનો ભોગ બનેલી યુવતીને સલામતી બક્ષતી અભયમ ટીમ, છેડતી કરનારને જાહેરમાં માફી મંગાવી
Rajkot Abhayam Team
| Edited By: | Updated on: Mar 29, 2023 | 8:30 PM

રાજકોટ જિલ્લામાં મહિલાઓને 181 અભયમ સેવાથી કટોકટીની પળોમાં સ્વજનની જેમ સાથે રહી સહાય મળતી હોવાનું વધુ એક કિસ્સાએ સાબિત કર્યું છે. જેમાં ગત ગત 24 માર્ચના રોજ રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની 181 અભયમ્ ટીમના કાઉન્સિલર, મહિલા કોન્સ્ટેબલ તથા ટીમ રાત્રિના સમયે ફરજ નિભાવતા હતા ત્યારે 181  અભયમ હેલ્પલાઈન ઉપર જાગૃત નાગરીકે કોલ કરી જણાવ્યું કે શહેરના કેસરે હિંદ પુલ વિસ્તારમાં એક યુવતીની અજાણ્યા યુવકે છેડતી કરી હોવાથી તેને મદદની જરૂર છે. આ વાત જાણી 181 અભયમ ટીમ અને બી ડીવીઝન પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો.

યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા

181 અભયમ ટીમ એ યુવતી ગભરાયેલી હોવાથી સૌથી પહેલા તેને સાંત્વના આપી. અભયમ્ ટીમ એ યુવતીનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી રાત્રે ચીજ-વસ્તુ લેવા બહાર નીકળી હતી. ત્યારે અજાણ્યા યુવકે તેનો ચહેરો અડવાનો પ્રયાસ કરતા, તેણે બુમાબુમ કરી મૂકી. જે સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા ને યુવતીના માતા-પિતાને કોલ કરી જાણ કરી. પીડિતાના વાલીના કહેવાથી જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન ઉપર કોલ કર્યો હતો.

આ દરમિયાન લોકોએ યુવકને પકડી રાખ્યો હતો અને તે “મેં કાંઈ કર્યું નથી”નું ખોટું રટણ કરતો હતો. અભયમ્ અને પોલીસની ટીમને જોતા જ યુવક ડઘાઈ ગયો. ટીમ દ્વારા યુવકને ગેરવર્તન અંગે પૂછતા, તેણે કહ્યું કે “આ યુવતીને હું ઓળખતો નથી ને ટેન્શનમાં હોવાથી ભૂલ થઈ ગઈ.” અભયમ્ ટીમ એ યુવકને કાયદાકીય ભાષામાં સમજાવ્યો. તેમજ પોલીસ ટીમએ પીડિતાના પરિવારને યુવક સામે ફરિયાદ કરવા માટે જણાવ્યું. પરંતુ યુવતીના કોલેજ અભ્યાસની પરીક્ષા ચાલુ હોવાથી યુવતીને કારકિર્દી પર ધ્યાન આપવાના આશયથી પરિવારે કાયદાકીય કાર્યવાહી કરવાનું ટાળ્યું.

છેડતી કરનારે જાહેરમાં માગી માફી

યુવકે અભયમ્ અને પોલીસ ટીમના કહેવાથી પીડિતાની જાહેરમાં માફી માંગી અને જીવનમાં ફરીવાર કોઈ પણ યુવતીની છેડતી નહીં કરે, તેવી બાંહેધરી આપી. અભયમ્ ટીમ એ 181 અભયમ એપ્લિકેશન અંગે જાણકારી આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. રાત્રિના સમયે પણ દીકરીને સહાયની જરૂર પડતા અભયમ્ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી જતા, પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સલામતી અર્થે દિવસ રાત કાર્યરત છે.

આ પણ વાંચો : Surat : નકલી પોલીસ બની વેપારી સાથે છેતરપિંડીનો પ્રયાસ, ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…