Rajkot: પડવલામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશીલુ પ્રવાહી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે 1 આરોપીની કરી ધરપકડ

|

Jul 10, 2023 | 8:35 PM

Rajkot: રાજકોટના પડવલામાંથી આયુર્વેદિક સીરપના નામે નશાકારક સિરપ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 18 જૂને પોલીસે ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી છે.

Rajkot: પડવલામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશીલુ પ્રવાહી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે 1 આરોપીની કરી ધરપકડ

Follow us on

Rajkot: રાજકોટ જિલ્લાના શાપર પોલીસની ટીમે પડવલા ખાતેથી ગત 18 જૂને આયુર્વેદિક સીરપના નામે નશાકારક સીરપ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં ગોડાઉનમાંથી નશાકારક સીરપની 4850 બોટલ મળીને કુલ 6.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે બનાવમાં પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધીને એક શખ્સને ઝડપી પાડયો છે અને 5 શખ્સોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

18 જૂને પડવલા ગામેથી ઝડપાઈ નશાકારક સીરપ બનાવતી ફેક્ટરી

ગત 18 જૂન 2023ના રોજ પડવલા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ડુપ્લીકેટ આયુર્વેદીક સીરપની 4850 બોટલો, નશાકારક પ્રવાહી બનાવવા માટેના એસેન્સની 25 બોટલ,ખાલી બોટલો,બોટલો પેક કરવાના મશીન, નશીલી સીરપ બનાવવા માટેની મોટી ટાંકી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. કુલ 6.43 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપીને નશીલી સિરપના નમુના FSL માં તપાસ માટે મોકલી જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, રાજકોટના સલીમ કાણીયા અને મહેશ રોશીયા નામના શખ્સ ગોડાઉનનું સંચાલન કરી રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગોંડલનો શખ્સ અશરફ મીર એસન્સ, કેમિકલ અને પાણીની મદદથી નશાકારક સીરપ બનાવે છે.

આ પણ વાંચો : Gujarat News Live : Rajkot: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

છેલ્લા બે વર્ષથી આયુર્વેદિક સીરપની આડમાં બનાવતા હતા નશીલુ પ્રવાહી, 6 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

પોલીસે કબ્જે કરેલ બોટલમાં KAL Meghasva Asava Arishta નામની બોટલોમાં Marketed By Raj Marketing, જામનગરના સ્ટીકર સાથે નશીલા પ્રવાહી ભરેલી બોટલો તથા સ્ટીકરો મળી આવ્યા હતા.પોલીસે જામનગરની રાજ માર્કેટિંગના માલિકને બોલાવીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ સ્ટીકર બનાવટી છે અને નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે જામનગરની રાજ માર્કેટિંગના માલિકની ફરિયાદ પરથી રૂપેશ ડોડીયા, ધર્મેશ ડોડીયા, મનીષ પાઉ, સલીમ કાણીયા, મહેશ રોશીયા અને અશરફ મીર નામના શખ્સ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે અશરફ મીર નામના શખ્સની ધરપકડ કરીને અન્ય શખ્સોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને જાણવા મળ્યું છે કે આ શખ્સો આયુર્વેદિક સીરપના નામે નશાકારક સીરપ બનાવીને છેલ્લા બે વર્ષથી વેચાણ કરતા હતા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:33 pm, Mon, 10 July 23

Next Article