RAJKOT : મવડી વિસ્તારમાં 25 કરોડનું બોગસ બિલિંગ કૌંભાડ ઝડપાયું, એક શખ્સની અટકાયત

|

Jul 28, 2021 | 10:52 AM

થોડા દિવસ પહેલા રાજ્યના મહાનગરો પર અનેક જગ્યાએ GST વિભાગે દરોડા પાડ્યા હતા અને કરોડોની કરચોરી પકડી હતી.

સમાચાર સાંભળો

RAJKOT : રાજ્યમાં બોગસ બીલ બનાવી GST વિભાગને અને સરકાર સાથે છેતરપિંડી કરનારા વેપારીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું અભિયાન શરુ છે. થોડા દિવસ પહેલા રાજ્યના મહાનગરો પર અનેક જગ્યાએ GST વિભાગે દરોડા પાડ્યા હતા અને કરોડોની કરચોરી પકડી હતી. તો આજે 28 જુલાઈએ ફરીવાર રાજકોટમાંથી કરોડોનું બોગસ બિલિંગ કૌંભાડ ઝડપાયું છે. રાજકોટના મવડી વિસ્તારમાં લોખંડનો વ્યવસાય કરતી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી 25 કરોડનું બોગસ બિલિંગ કૌંભાડ ઝડપાયું છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ (Directorate General of GST Intelligence-DGGI) એ ચિરાગ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : PATAN : અગ્નિદાહ સમયે પડ્યો વરસાદ, શેડ ન હોવાથી ચિતાને તાડપત્રીથી ઢાંકવી પડી 

આ પણ વાંચો : SURENDRANAGAR : ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી 

Next Video