Rajkot : કોરોના પોઝિટિવ સહિત 12 હજારથી વધારે ઉમેદવારો આપશે RFO ની પરિક્ષા, કોરોના ગાઈડલાઇનનું થશે ચુસ્ત પાલન

|

Jun 19, 2021 | 10:31 PM

પહેલી વખત પોઝિટિવ દર્દીઓ પણ પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોઝિટિવ ઉમેદવારોએ તંત્રને પહેલાથી જાણ કરવાની રહેશે.

Rajkot : રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે RFO ની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના 54 કેન્દ્રો પર 12 હજારથી વધારે ઉમેદવારો પરિક્ષા આપશે. આ પરિક્ષામાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

પહેલી વખત પોઝિટિવ દર્દીઓ પણ પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોઝિટિવ ઉમેદવારોએ તંત્રને પહેલાથી જાણ કરવાની રહેશે અને એક ક્લાસમાં 5 પોઝિટિવ દર્દીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુપરવાઇઝરો માટે પણ PPE કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રની બહાર હેન્ડ સેનેટાઇઝર અને થર્મલ ગનથી ચેકિંગ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara : VoIP Exchange નો ઉપયોગ કરીને ચલાવાતા હતા જાસૂસી નેટવર્ક, ATS એ કર્યો પર્દાફાશ

Next Video