RAJKOTની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફલો થતા રાજકોટ પરથી જળસંકટના વાદળો દુર થયા

| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:56 PM

આજી-1 ડેમ તળીયાઝાટક થતા પીવાના પાણીની ભારે તંગી સર્જાઇ હતી અને રાજકોટ માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

RAJKOT : રાજકોટવાસીઓ માટે રાહાતના સમાચાર છે.રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે.હાલ આજી-1 ડેમ 29 ફૂટની ભયજનક જળસપાટીએથી વહી રહ્યો છે..આજી-1 ડેમ છલકાતા રાજકોટવાસીઓની ખુશી પણ છલકાઇ અને જળસંકટના વાદળો હવે રાજકોટના માથેથી દૂર થયા છે.આજી-1 ડેમ ઓવરફ્લો થતા જ રાજકોટમાં પીવાના પીણીની હવે કોઇ જ તકલીફ નહીં પડે.મહત્વનું છે કે ડેમ તળીયાઝાટક થતા પીવાના પાણીની ભારે તંગી સર્જાઇ હતી અને રાજકોટ માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

આજી-1 ડેમ છલકાતા રાજકોટવાસીઓ આજે રાજી રાજી છે. આજી-1 ડેમ આજે 29 ફૂટની સપાટીએ ઓવરફલો થયો છે. આજી-1 ડેમ ઓવરફલો થવાને કારણે રાજકોટનું જળસંકટ હળવું થયું છે. આજી ડેમની સાથે ન્યારી ડેમ પણ ઓવરફલો થયો છે અને ભાદર ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઇ છે. જેને કારણે રાજકોટ માટે આખા વર્ષ દરમિયાન ચિંતા વધારનારૂ જળસંકટ હળવું થયું છે.

ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે સૌની યોજના થાકી આજી-1 ડેમને પાણી મળે જ છે પણ સાથે કુદરતના પણ મહેર થઇ અને તેને કારણે આજી-1 ડેમ ઓવરફલો થયો છે.

આ પણ વાંચો : Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું