Rajkot: કડવા-લેઉઆ પાટીદારો આવશે એક મંચ પર, ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલની શક્યતા

|

Jun 12, 2021 | 10:05 AM

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં સામાજિક મિલન રાખવામાં આવ્યું છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં (Khodaldham) સામાજિક મિલન રાખવામાં આવ્યું છે. લેઉઆ અને કડવા પાટીદારોના આગેવાનો બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં નરેશ પટેલ, દિનેશ કુંભાણી, મથુર સવાણી, લવજી બાદશાહ અને જયરામ પટેલ જેવા સંભવિત આગેવાનો હાજર રહી શકે છે.

વર્ષ-2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા લેઉઆ કડવા પાટીદાર સમાજનું એકમંચ પર આવવું અનેક સવાલ ઉભા કરી રહ્યું છે. સામાજિક મિલન છે કે પછી રાજકીય રણનિતીનો એક ભાગ તેવા સવાલ ઉઠી રહ્યા છે. 5 મહિના બીજી વખત પાટીદારો એક મંચ પર આવવાના છે.

કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી બંધ રહેલા મંદિરોને રાજ્ય સરકારે ગાઈડલાઈન સાથે ખોલવા મંજુરી આપી છે. ખોડલધામનાં ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું (Guideline)પાલન કરવાનું રહેશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવી રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

સવારનાં સાત વાગ્થી રાતનાં સાત વાગ્યા સુધી ભાવિક ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે. મંદિરની પરિક્રમા ભક્તો માટે બંધ રાખવામાં આવી છે, પરંતુ ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. કોરોનાની ગાઈડલાઈનનું મંદિરમાં ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Next Video