Groundnut Oil Price: સિંગતેલનાં ભાવમાં બોલ્યો જોરદાર કડાકો, ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો, કપાસિયામાં 30 અને પામોલિનમાં 20 ઘટ્યા

|

May 31, 2021 | 3:39 PM

Groundnut Oil Price: રાજકોટમાં એકધારી તેજી બાદ આખરે સિંગતેલ (Groundnut Oil)નાં ભાવમાં 50 રૂપિયાનો કડાકો નોંધાયો છે. છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો જે બાદ હવે  ભાવમાં જોરદાર કડાકો પણ નોંધાયો છે. 

Groundnut Oil Price: રાજકોટમાં એકધારી તેજી બાદ આખરે સિંગતેલ (Groundnut Oil)નાં ભાવમાં 50 રૂપિયાનો કડાકો નોંધાયો છે. છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો જે બાદ હવે  ભાવમાં જોરદાર કડાકો પણ નોંધાયો છે.

ખુલતા બજારે ભાવમાં 50 રૂપિયાનો કડાકો થયો છે તો સિંગતેલના 15 કિલોનાં ડબ્બાનો ભાવ 2500 થી 2530 રૂ.થયો છે જ્યારે કે કપાસિયા તેલમાં 30 રૂપિયાનો ઘટાડો નોંધાવા પામ્યો છે. ખાધ્ય તેલનાં ભાવમાં ઘટાડાને લઈને ગૃહિણીઓનાં મોઢા પર હાશ વર્તાઈ છે.

મળતી માહિતિ પ્રમાણે પામોલીન અને સિંગતેલ સહિતનાં તેલની ડિમાન્ડ ઘણી ઘટી છે. લગ્ન પ્રસંગથી લઈ હોટેલ ઉદ્યોગ બંધ રહેવાને કારણે તેલનાં ભાવમાં સીધો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત વિદેશમાં પણ ભાવમાં ઘટાડો અને મગફળીનું સારૂ એવું ઉત્પાદન થયું છે જેને લઈને હજુ 50 રૂપિયાનો ઘટાડો આવી શકે તેમ છે.

એક તરફ કોરોનાથી તો લોકો મરી રહ્યા છે હવે મોંઘવારીના માર પણ સહન કરવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ખાદ્યતેલના ભાવમાં રીતસરનો ભડકો થયો હતો. એક વર્ષમાં 30-40 ટકા જેટલા ભાવ વધતા ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ‘વેન્ટીલેટર’ પર આવી ગયું છે.

ગરીબ અને મધ્યમ વર્ગ આવક વિના વલખા મારી રહ્યો છે. બીજી તરફ સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો થતા ગરીબોનું બજેટ વેન્ટિલેટર પર આવી ગયું છે. જે લોકો બે મહિને એક ડબ્બો ખરીદતા હતા તે હવે 1-1 કિલોના પાઉંચ ખરીદવા લાગ્યા છે.

ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો, વર્ષમાં કેટલા વધ્યા ભાવ ? 
કોરોના મહામારી દરમિયાન વિવિધ તેલના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે ત્યારે તમને સિંગતેલ અને કપાસિયા તેલમાં એક વર્ષમાં કેટલો ભાવ વધારો થયો તેના આંકડા પણ દર્શાવીએ.

સિંગતેલનો ડબ્બો ઓક્ટોબરમાં 2300-2400માં મળતો હતો,

નવેમ્બરમાં ભાવ વધીને 2400-2500 થયા,

ડિસેમ્બરમાં 2500-2520, જાન્યુઆરીમાં 2500-2530,

ફેબ્રુઆરીમાં 2550-2600,

માર્ચમાં 2500-2600,

એપ્રિલમાં 2600-2700
મે માસમાં 2700-2900 સુધી ડબ્બાના ભાવ પહોંચી ગયા હતા

કપાસિયા તેલના ડબ્બાના ભાવ

કપાસિયા તેલનાં ડબ્બાનાં ભાવની વાત કરીએ તો,

ઓક્ટોબરમાં 1600-1660 હતા,

નવેમ્બરમાં 1600-1680,

ડિસેમ્બરમાં 1660-1700,

જાન્યુઆરીમાં 1600-1700,

ફેબ્રુઆરીમાં 1700-1770,

માર્ચમાં 1700-1800,

એપ્રિલમાં 2000-2200

મે માસમાં ભાવ વધીને 2200-2600 સુધી પહોંચી ગયા હતા

12 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ અને 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન 
ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. રાજ્યમાં અંદાજે 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક તેજીના કારણે ભાવ ઉંચાકાયા છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજ્યમાં મગફળીનું સરેરાશ 25થી 30 લાખ ટનનું ઉત્પાદન થાય છે. છતા ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાય છે.

Published On - 3:34 pm, Mon, 31 May 21

Next Video