Rajkot: ઉનાળાની શરૂઆતમાં પાણીનો પોકાર, મહિલાઓએ ગ્રામ પંચાયતમાં કર્યો હોબાળો

|

Mar 25, 2021 | 5:03 PM

રાજકોટના જેતપુર પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. જેતપુરના પેઢલા ગામમાં પીવાના પાણીને લઈ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવી દીધો.

રાજકોટના જેતપુર પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. જેતપુરના પેઢલા ગામમાં પીવાના પાણીને લઈ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવી દીધો. મહિલાઓનો આક્ષેપ છે કે, છેલ્લા 16 દિવસથી તેમને પીવાનું પાણી આપવામાં નથી આવ્યું. ગ્રામ પંચાયત દ્વારા દૂષિત પાણી આપવામાં આવે છે. મહિલાઓએ દૂષિત પાણીની બોટલ સરપંચને આપીને શુદ્ધ પાણી આપવાની માંગ કરી છે.

મહિલાઓનું કહેવું છે કે, નર્મદામાંથી જે પાણી છોડવામાં આવે છે તે મેવાસા ગામના લોકો લઈ લે છે, તે મુદ્દે પણ કાર્યવાહી કરવામાં આવે. તો બીજીતરફ સરપંચનું કહેવું છે કે, ક્યારેક લાઈન તૂટી ગઈ હોય તો જ પાણીની સમસ્યા સર્જાય છે, બાકી પાણી નિયમિત આવે છે.

Next Video