Rajkot: જલારામ મંદિર વીરપુર દ્વારા અનોખો સેવા યજ્ઞ, કોવીડ સેન્ટર કર્યું શરૂ

|

May 11, 2021 | 8:27 AM

Rajkot: દુનિયામાં વીરપુર જલારામનું નામ આવે એટલે ભૂખ્યાને ભોજનનો સેવા યજ્ઞ સામે આવે છે. થોડા સમય પહેલા જ આ અન્નક્ષેત્રને 200 વર્ષ પુરા થયા છે

Rajkot: દુનિયામાં વીરપુર જલારામનું નામ આવે એટલે ભૂખ્યાને ભોજનનો સેવા યજ્ઞ સામે આવે છે. થોડા સમય પહેલા જ આ અન્નક્ષેત્રને 200 વર્ષ પુરા થયા છે. હવે ભૂખ્યાને ભોજન સાથે જલારામ બાપાના આ સેવા યજ્ઞને તેના વારસો દ્વારા આગળ વધારીને બીમાર દર્દીની સેવા પણ શરૂ કરી છે. જલારામ મંદિરની ધર્મશાળા માં જ 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરુ કર્યું છે.

રાજકોટ નજીક વીરપુરમાં અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જયારે ભૂખ્યાને ભોજનની વાત આવે એટલે વીરપુર જલારામનું નામ સામે આવે. હવે આ સેવા બાદ વીરપુર જલારામ મંદિરે દ્વારા બીમાર લોકોની સેવા પણ શરૂ કરી છે. મંદિર દ્વારા તેની ધર્મશાળા માં 50 બેડ ની કોવિડ કેર શરૂ કર્યું છે જ્યાં ખાસ કરી ને કોરોના સંક્રમિત દર્દીને આસોલેટેડ કરવામાં આવશે અને અહીં તેમને તમામ જાત ની કોરોના ને લગતી સામાન્ય સેવા ઉપલબ્ધ કરવા માં આવી છે.

 

 

અહીં 24 કલાક કોરોના ના દર્દી ને રહેવા જમવા અને સાથે કોરોનાની દવા પણ આપવામાં આવી રહી છે, સાથે ડોક્ટરની સેવા પણ અહીં આપવા આવે છે, સામાન્ય સંજોગોમાં કોરોનાના દર્દી અહીં તમામ જાતની સારવાર આપવા આવે છે. અહીં આવતા કોરોનાના દર્દી ને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથીને તદ્દન મફત સેવા આપવા આવે છે.

અહીં શરૂ થયેલ કોવિડ કેર સેન્ટર નો લાભ વીરપુર સહીત આસપાસ ના 7 થી 8 ગામડાઓ ના લોકોને મળશે . આ સાથે જ લોકોને આઇસોલેટ થવા કે કોરોના ની સારવાર માટે મોટા સેન્ટરમાં જવા ની જરૂર નહિ પડે અને વીરપુરની આંગણે જ કોરોનાની પ્રાથમિક સારવાર અને આઇસોલેટડ સેન્ટર ની સુવિધા મળી રહેશે

Next Video