RAJKOT : ફરી ઉઠ્યો ફી માફીનો મુદ્દો, ફી માફી નહીં તો વાલી મંડળ લડશે ચૂંટણી

|

Jan 24, 2021 | 9:11 PM

RAJKOTમાં ફી માફી મુદ્દે મળેલી વળી મંડળની બેઠક બાદ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ફી માફ નહીં કરવામાં આવે તો આગામી સ્થાનિક ચૂંટણી લડશે.

RAJKOT માં ફરી એકવાર સ્કૂલ ફી માફીનો મુદ્દો ઉઠ્યો છે. રાજકોટમાં જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વાલીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ મળે તેવી માંગ કરવામાં આવી છે. વાલીઓનું માનવું છે કે કોરોનાકાળમાં તેઓની આર્થિક હાલત કફોડી બની છે. સરકારના નિર્ણય બાદ પણ સ્કૂલ સંચાલકોએ 75 ટકા ફી વસૂલી છે. હવે કેટલીક સ્કૂલો પુરી ફી માંગી રહી હોવાની ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે.

RAJKOTમાં ફી માફી મુદ્દે મળેલી વાલી મંડળની બેઠક બાદ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વાર સ્કુલ ફી માફ નહીં કરવામાં આવે તો વાલીઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી સરકાર સામે મોરચો માંડશે. વાલી મંડળે કહ્યું કે જો કોઇ પક્ષ ફી માફીનો નિર્ણય કરશે તો વાલી મંડળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને સમર્થન કરશે.

Next Video