Rajkot: BAPS અબુધાબીથી આવેલો ઓક્સિજનનો જથ્થો Morbi માટે બનશે પ્રાણવાયું

|

May 08, 2021 | 1:16 PM

Rajkot: રાજ્યમાં ઓક્સિજનની ઘટ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા અબુધાબીથી ભારત ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવ્યો છે આજે મોરબી ખાતે 23 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર મોરબી પહોચ્યું

Rajkot: રાજ્યમાં ઓક્સિજનની ઘટ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્રારા અબુધાબીથી ભારત ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવ્યો છે આજે મોરબી ખાતે 23 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર મોરબી પહોચ્યું હતું. જેમાંથી 8 મેટ્રીક ટન જથ્થો મોરબીને ફાળવવામાં આવશે.આજે રાજપર રોડ પર આવેલા એર પ્રોડક્શન હાઉસમાં બીએપીએસ સંપ્રદાયના સંતો,ધારાસભ્ય બ્રિજેશ મેરઝા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન અર્ચન કર્યુ હતું.

બીએપીએસ સંપ્રદાય મોરબીના કોઠારી સ્વામીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બીએપીએસ સંસ્થા હંંમેશા લોકોની સેવા કરતું આવ્યું છે તેમાં પણ પુર,વાવાઝોડું,ધરતીકંપ જેવી મહામારીના સમયમાં હંમેશા લોકોની પડખે ઉભા હોય છે ત્યારે કોરોનાના કપરાં કાળમાં બીએપીએસ લોકોની મદદે આવ્યું છે.

આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસાદ છે-કાંતિ અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતુ કે અગાઉ ધરતીકંપ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ મોરબીની વ્હારે આવ્યા હતા ત્યારે કોરોનાના સંકટમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડીને ખરા અર્થમાં લોકોની મદદ કરી છે,આ ઓક્સિજન ખરા અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદી છે.

આ જથ્થો મોરબીની ઘટ પૂરી કરશે

મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન જોશીના કહેવા પ્રમાણે આ જથ્થો મોરબીવાસીઓ માટે પ્રાણવાયુ સાબિત થશે.જિલ્લામાં અત્યારે 18 મેટ્રિક ટનની જરૂરિયાત છે જેની સામે 17.5 મેટ્રિક ટન જથ્થો મળી રહે છે જે 0.5 મેટ્રિક ટનની ખાઘ હતી તે આ જથ્થો પુરી કરશે જેના કારણે હવે ઓક્સિજનની કોઇ અછત નહિ રહે..

Next Video