Rajkot: સ્વામિનારાયણ ગુરુકુળ આવ્યું કોરોના પીડિતોની વ્હારે, શરૂ કર્યું કોવીડ સેન્ટર

|

May 11, 2021 | 9:17 AM

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Rajkot: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થયા છે. રાજકોટ(Rajkot) શહેરમાં કોરોના ઓછો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. આ વચ્ચે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના કપરાં કાળમાં અલગ અલગ લોકો પોતાની માનવીય સેવા કરવા આગળ આવતા હોય છે. ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ખાસ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સતસંગ સાથે સારવારનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.

 

 

ગુરુકૂળમાં 200 જેટલા આઇસોલેશન બેડ જ્યારે 50 જેટલા ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવ્યા છે.મંદિરના સાધુ સંતો,અનુયાયીઓ અને સેવકો દ્રારા કોવિડ સેન્ટરને ઉભું કરવામાં આવ્યું છે અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહી છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી થોડી રાહત છે જો કે કોરોના પીક પર હતો ત્યારે 50 બેડથી જરૂરિયાત મંદ દર્દીઓને બેડ મળી રહ્યા હતા.. જેમાં દર્દીને કોઇપણ જાતના નાત જાતનો ભેદ રાખ્યા વિના સારવાર આપવામાં આવશે. છેલ્લા 20 દિવસમાં 250થી વધારે દર્દીઓ સારવાર લઇને સાજાં થયા છે.

આ કોવિડ સેન્ટરની ખાસયિત એ છે કે અહીં સારવારની સાથે સત્સંગ પણ કરવામાં આવે છે જેમાં સવારે અને સાંજે આરતી સાથે સત્સંગ કરવામાં આવે છે જેથઈ દર્દીઓને એક પોઝિટિવ ઉર્જા મળે છે..

Next Video