રાજકોટમાં પોલીસ અને RTO વિભાગ દ્વારા સ્કૂલવાન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના વિરોધમાં મોટી સંખ્યામાં સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ અને RTO દ્વારા કરાતી ખોટી હેરાનગતિનો વિરોધ કર્યો હતો. આ સાથે જ વાન ચાલકોએ જરૂરી તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી પણ દર્શાવી છે. રાજકોટમાં બે દિવસ દરમિયાન […]
રાજકોટમાં પોલીસ અને RTO વિભાગ દ્વારા સ્કૂલવાન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના વિરોધમાં મોટી સંખ્યામાં સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ અને RTO દ્વારા કરાતી ખોટી હેરાનગતિનો વિરોધ કર્યો હતો. આ સાથે જ વાન ચાલકોએ જરૂરી તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી પણ દર્શાવી છે. રાજકોટમાં બે દિવસ દરમિયાન તંત્રએ 50થી વધારે સ્કૂલવાન ડિટેન કર્યા છે. આ કાર્યવાહીથી વાન ચાલકો અને વાલીઓ બંને પરેશાન થઈ ગયા છે.