Rajkot : Upleta માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક, બજારમાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

|

Feb 09, 2021 | 11:34 AM

Rajkot : Upleta માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક આવી રહી છે. બજારમાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

Rajkot : Upleta માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક આવી રહી છે. બજારમાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. કપાસ અને મગફળીના હબ ગણાતા રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે.ઉપલેટા પંથકમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન સારુ થતા માતબર આવક નોંધાઇ છે. ખુલ્લી બજારમાં પ્રતિ મણ મગફળીના એક હજારથી 1150 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે. અત્યાર સુધી ઉપલેટા યાર્ડમાં દોઢ લાખ ગુણી મગફળીની આવક નોંધાઇ છે. મહત્વનું છે કે, ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટા અને ભાયાવદર સહિતના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ગઢાળા સેવાંત્રા, ખાખીજાળીયા, ડુમીયાણી, લાઠ, ભીમોરા સહિતના ગામોના ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે.

Next Video