ઉનાળો આવતા જ પાણીની સમસ્યા, રાજકોટના ભાદર-2 ડેમમાં માત્ર 50 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

|

Mar 14, 2021 | 12:59 PM

Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર-2 ડેમમાં માત્ર પચાસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાંથી બીજા ક્રમનો મોટામાં મોટો ડેમ ગણાતો ભાદર-2 માં પચાસ ટકા પાણી છે.

Rajkot : રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમમાં માત્ર પચાસ ટકાજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાંથી બીજા ક્રમનો મોટામાં મોટો ડેમ ગણાતો ભાદર-2 માં પચાસ ટકા પાણી છે. ભાદર-2 માંથી ધોરાજી અને માણાવદર અને કુતિયાણાના કુલ 47 ગામને પીવાનું પાણી મળે છે. ધોરાજીના 30 ગામ ભાદર 2 આધારિત જૂથ યોજનામાંથી પીવાનું પાણી લે છે.

હાલ જૂન મહિના સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. જો જૂન મહિના બાદ વરસાદ ખેંચાશે તો ધોરાજી માણાવદર અને કુતિયાણાના 47 ગામ પર જળ સંકટ તોળાશે. ધોરાજીના ભાદર-2 માંથી ધોરાજી, માણાવદર, કુતિયાણાના અને પોરબંદરના 150 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. કુલ 16 હજાર હેકટર જમીનને પિયત માટે ભાદર-2 ડેમ પાણી પૂરું પાડે છે.

Next Video