Rajkot : કડવા-લેઉઆ પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ, બેઠકમાં સંગઠનના વિકાસની ચર્ચા : નરેશ પટેલ

|

Jun 12, 2021 | 3:22 PM

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા જ  રાજ્યના રાજકીય અને સામાજિક ગતિવિધિઓ તેજ બની છે. જેમાં આજે  પાટીદાર સમાજ એક સાથે  આવ્યો છે અને  ખોડલધામ-કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી  હતી.

Rajkot :  ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા જ  રાજ્યના રાજકીય અને સામાજિક ગતિવિધિઓ તેજ બની છે. જેમાં આજે  પાટીદાર(Patidar ) સમાજ એક સાથે  આવ્યો છે અને  ખોડલધામ-કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી  હતી.

જો કે આ બેઠક બાદ  ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે બેઠકમાં સંગઠનમાં વિકાસ માટે ચર્ચા કરવામાં આવી  હતી.

આ બેઠક પૂર્વે  નરેશ પટેલે જણાવ્યું હતું  કે  વર્ષ 2022માં ચુંટણી જીત્યા બાદ  પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી સમાજની ઇચ્છા છે. તેમજ કોઇપણ  સમાજમાંથી મુખ્યપ્રધાન બને  તેવું કોણ ના ઇચ્છે. નરેશ પટેલે  કહ્યું કે અમે થોડા દિવસો પહેલા ઊંઝા દર્શન માટે ગયા હતા. તેમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત બેઠક પૂર્વે નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. આ બેઠકમાં અમારા જે અધિકાર છે એની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે

Published On - 2:07 pm, Sat, 12 June 21

Next Video