હનીટ્રેપમાં ફસાયો વેપારી, આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે, મહિલા મિત્રથી રહેજો સાવધાન

રાજકોટમાં પુરૂષોને હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. યનિવર્સિટી પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા પાંચમાંથી બે આરોપીઓ તો GRDના જવાન છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં આશિષ મારડીયા, અલ્પા મારડીયા, જય પરમાર, શુભમ શીશાંગીયા અને રિતેશ ફેકરનો સમાવેશ થાય છે. પોલીસના દાવા પ્રમાણે, શહેરના નાણાવટી ચોકમાં રહેતા સ્પા […]

હનીટ્રેપમાં ફસાયો વેપારી, આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે, મહિલા મિત્રથી રહેજો સાવધાન
| Updated on: Oct 09, 2020 | 7:35 PM

રાજકોટમાં પુરૂષોને હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. યનિવર્સિટી પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા પાંચમાંથી બે આરોપીઓ તો GRDના જવાન છે. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં આશિષ મારડીયા, અલ્પા મારડીયા, જય પરમાર, શુભમ શીશાંગીયા અને રિતેશ ફેકરનો સમાવેશ થાય છે. પોલીસના દાવા પ્રમાણે, શહેરના નાણાવટી ચોકમાં રહેતા સ્પા સંચાલકે તેની પત્ની સાથે મળીને મોરબી રહેતા વેપારીને ફસાવ્યો હતો. મહિલાએ ઘરે કોઈ નથી તેમ કહીને મોરબીના વેપારીને બોલાવ્યો હતો. વેપારી મહિલાના ઘરે જતા જ મહિલાનો પતિ અને GRDના જવાનો ત્યાં ધસી આવ્યા હતા અને વેપારી પાસેથી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વધુ બે લાખ માગતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, સ્પા સંચાલક આશિષે અગાઉ તેને ત્યાં આવતા યુવકોને પણ પોલીસના નામે લૂંટ્યા હતા.

આ પણ વાંચો: રાજ્યમાંથી ચોમાસુ લેશે વિદાય, આ તારીખથી પડશે ઠંડી અને શિયાળાની થશે શરૂઆત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:16 pm, Fri, 9 October 20