રાજકોટના ગોંડલમાં ડમી કાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમબી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું છે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, કોલેજના પ્રિન્સીપાલ અને કોલેજના સ્ટાફની બેદરકારીથી જ ડમી કાંડ સર્જાયો હતો. અને તેમ છતાં કોલેજ તરફથી તપાસમાં પુરતો સહયોગ નથી આપવામાં આવ્યો.
આ પણ વાંચોઃ CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર
એટલે હવે કોલેજ સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોલેજને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવા અને ગ્રાન્ટ કાપવા અંગે રજુઆત કરાશે. જો કે ડમી કાંડ બહાર આવેલા ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને ફરી એકવાર છાવરવાના પ્રયાસ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું કહેવું છે કે જ્યાં સુધી કોલેજ આ મુદ્દે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી યુનિવર્સિટી કોઈ પગલા નહીં લઇ શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 3:12 pm, Fri, 20 December 19