વીરપુર: કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, લાખો રૂપિયાનું થયું નુકસાન

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં થયેલા કમોસમી વરસાદ કેટલાક ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે. વીરપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોબીઝ અને ફુલાવરની ખેતી કરતા હરસુખભાઈ સાકરીયાએ પોતાના 22 વીઘા જેટલા ખેતરમાં ફુલાવરનો પાક વાવેલો છે. માવઠાને કારણે પાક નિષ્ફળ જતા પોતાના 8 થી 10 વીઘા જેટલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું. તેમનું કહેવું છે […]

વીરપુર: કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, લાખો રૂપિયાનું થયું નુકસાન
ફુલાવરની ખેતી
| Updated on: Dec 17, 2020 | 7:11 PM

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં થયેલા કમોસમી વરસાદ કેટલાક ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે. વીરપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોબીઝ અને ફુલાવરની ખેતી કરતા હરસુખભાઈ સાકરીયાએ પોતાના 22 વીઘા જેટલા ખેતરમાં ફુલાવરનો પાક વાવેલો છે. માવઠાને કારણે પાક નિષ્ફળ જતા પોતાના 8 થી 10 વીઘા જેટલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું. તેમનું કહેવું છે કે, થોડા દિવસ પહેલા કમોસમી માવઠું પડવાથી માર્કેટમાં ફુલાવરનો ભરાવો થયો હતો અને એક વીઘા જેટલા ખેતરમાં ફુલાવરના પાકનું વાવેતર કરવા માટે અંદાજે પંદર હજાર જેટલો ખર્ચ થાય છે. આજે માર્કેટમાં એક રૂપિયાના નજીવા ભાવે પણ કોઈ ફુલાવર ખરીદી કરતું નથી અને માવઠું પડવાથી ફુલાવરનો પાક પણ સડી જવા લાગ્યો હતો. તેમને પોતાના જીવની જેમ સાચવીને ઉગાડેલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવવું પડ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠન સંરચના મામલે સર્જાઈ મડાગાંઠ, નામોને લઈ કોકડું ગુંચવાયું