RAJKOT: પોલીસે મંજુરી રદ્દ કરતા 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકુફ

|

Jan 27, 2021 | 8:00 AM

RAJKOTમાં 27 જાન્યુઆરીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

RAJKOT: પોલીસે મંજુરી રદ્દ કરતા 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકુફ
ફાઈલ ફોટો

Follow us on

RAJKOTમાં 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકૂફ રખાયું છે. દિલ્હીમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ Tractor Rally દરમિયાન દિલ્હીમાં ઉગ્ર અંદોલન કર્યું. આ ટ્રેક્ટર રેલીમાં ઉગ્ર બનેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું, ઘણી જગ્યાએ ખેડૂતોએ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોચાડ્યું છે. દિલ્હીમાં બનેલી આ હિંસાત્મક ઘટનાઓને કારણે RAJKOTમાં પોલીસે 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલનની મંજુરી રદ્દ કરી છે. પોલીસે મંજુરી રદ્દ કરતા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સંમેલન મોકૂફ રાખ્યું છે.

દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં RAJKOTમાં 27 જાન્યુઆરીએ ખેડૂત મહાસંમેલન યોજાવાનું હતું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસંમેલનમાં પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ડાહ્યા ગજેરા આગેવાનીમાં આ મહાસંમેલન યોજવાનું હતું. રાજકોટ પોલીસે આ મહાસંમેલનની મંજૂરી આપી હતી. જો કે અંત ઘડીએ પોલીસે મંજુરી રદ્દ કરતા આયોજકોએ આ મહાસંમેલન મોકૂફ રાખ્યું છે.

Next Article