RAJKOT : ઘઉંના પુષ્કળ ઉત્પાદન સામે ખેડૂતોને મળી રહ્યા છે ઓછા ભાવ

|

Feb 27, 2021 | 2:08 PM

RAJKOT : ગત વર્ષ કરતા ઘઉંના ભાવમાં 30 થી 40 રૂપિયાનો ઘટાડો થયો હોવાથી ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતોના ઘઉંની ગુણવત્તા સારી હોવા છતાં ઓછા ભાવ મળી રહ્યા છે.

RAJKOT : રાજકોટ માર્કેટિંગ યાર્ડ (RAJKOT APMC)માં ઘઉંની મોટા પ્રમાણ આવક થઈ રહી છે. ચોમાસામાં સારો વરસાદ પડતાં આ વર્ષે ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થયું છે. હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંની ધૂમ આવક થઈ રહી છે. 

ઘઉંના પુષ્કળ ઉત્પાદન સામે  રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં  ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે.  ખેડૂતોને નવા ઘઉંના 330 થી 380 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષ કરતા ઘઉંના ભાવમાં 30 થી 40 રૂપિયાનો ઘટાડો થયો હોવાથી ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતોના ઘઉંની ગુણવત્તા સારી હોવા છતાં ઓછા ભાવ મળી રહ્યા છે, આ સાથે જ ખાતર, બિયારણ અને પરિવહનનો ખર્ચ પણ નથી મળી રહ્યો.

Published On - 2:07 pm, Sat, 27 February 21

Next Video