Rajkot: ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટું, ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ

|

Mar 21, 2021 | 9:56 AM

લૉકડાઉન, અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી રહેલા ધોરાજીના ખેડૂતો ફરીએકવાર મુશ્કેલીમાં મૂકાયા છે. ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ થઈ ન હોવાથી અને લૉકડાઉનના ભયથી ખેડૂતો તેમનો તૈયાર થઈ ગયેલો પાક ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે.

લૉકડાઉન, અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી રહેલા ધોરાજીના ખેડૂતો ફરીએકવાર મુશ્કેલીમાં મૂકાયા છે. ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ થઈ ન હોવાથી અને લૉકડાઉનના ભયથી ખેડૂતો તેમનો તૈયાર થઈ ગયેલો પાક ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોએ ઘઉં, ધાણા, જીરું, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જેનું ઉત્પાદન પણ સારું થયું, પરંતુ ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખુલ્લા બજારમાં જણસી વેચવા મજબૂર બન્યા છે.

ખેડૂતોને ખુલ્લા બજારમાં મણ દીઠ ઘઉંના 300થી 325 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ ભાવ ખૂબ જ ઓછા છે, પરંતુ એકતરફ લૉકડાઉનનો ભય છે અને બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરી. તેવામાં ખેડૂતો લાચાર બન્યા છે. પોતાનો પાક ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Next Video