Rajkot: મહાનગરપાલિકાનું કરબોજ વિનાનું રૂ.2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગત વર્ષ કરતા 72% રિવાઈઝડ બજેટ

|

Mar 15, 2021 | 12:44 PM

રાજકોટ (Rajkot) મહાનગર પાલિકાનું કરબોજ વગરનું રૂ.2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં રિવાઇડ બજેટ 1154 કરોડ,72% રિવાઇઝડ બજેટ રજૂ થયું છે.

રાજકોટ (Rajkot) મહાનગર પાલિકાનું કરબોજ વગરનું રૂ.2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં રિવાઇડ બજેટ 1154 કરોડ,72% રિવાઇઝડ બજેટ રજૂ થયું છે.

ગયા વર્ષેનો 260 કરોડનો મિલકત વેરોના લક્ષ્યાંકને વધારીને,નવા વિસ્તાર માટે 340 કરોડનો લક્ષ્ય કરવામાં આવ્યો છે. રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર મુંજકા અને મોટા મવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ મનપા દ્વારા 100 ઇલેક્ટ્રિક બસ મુકવામાં આવશે.શહેરમાં વટીકલ ગાર્ડન અને સર્કલ  રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.જામનગર રોડ પર જર્જરિત થયેલા બ્રિજનું નવીનિકરણ થશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ત્રિકોણબાગ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગની વ્યવસ્થા થશે. આ સાથે જ 4 ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ સહિત મુખ્ય બજાર માટે મલ્ટીલેવલ સામાન હેરાફેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ નવા ભળેલા વિસ્તાર માટે બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે.

Next Video