Rajkot Corona Update: રાજકોટમાં કોરોના સામે આખરે આવી જાગૃતિ, ટેસ્ટિંગ બુથ પર ભીડનાં દ્રશ્યો

|

Mar 27, 2021 | 1:11 PM

Rajkot Corona: ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કોરોનાની બીજી લ્હેરમાં 2190 કેસ અત્યાર સુધી કયારે પણ નોંધાયા ના હતા.

Rajkot Corona Update : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કોરોનાની બીજી લ્હેરમાં 2190 કેસ અત્યાર સુધી કયારે પણ નોંધાયા ના હતા. ગુજરાતમાં વીતેલા 24 કલાકમાં આટલા કેસ ચિંતાનો વિષય બન્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં પણ વધારો થયો છે.

 

રાજકોટમાં કોરોનાનું સંક્ર્મણ વધતા લોકોની ટેસ્ટિંગ બુથ પર ભારે ભીડ જોવા મળી છે. રાજકોટના રૈયા ચોક પર આવેલા ટેસ્ટીંગ બુથમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટીંગ કરાવવા પહોંચ્યા હતા. સવારે 10-30 વાગ્યા સુધીમાં 58 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3 લોકોને પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટમાં 164 નોંધાયા છે. તો જામનગરમાં 47 કેસ નોંધાયા છે. અમરેલીમાં 20 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે તો મોરબીમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા સૌરાષ્ટ્રમાં વધુ 2.20 લાખ વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોરોના સામેની મહામારીમાં રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવા સરકારએ આદેશ આપ્યો છે. જેમાં રાજકોટને 42 હજાર ડોઝ , જામનગરને 18 હજાર, પોરબંદરને 6 હજાર, મોરબીને 26 હજાર ડોઝ અને દ્વારકાને 20 હજાર ડોઝ રસી ફાળવવામાં આવ્યા છે.

15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્યના COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે તમામ જિલ્લા કલેક્ટરોની બેઠક મળી હતી. અને બૈઠક બાદ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો, એક જ દિવસમાં 329 કેસ અને 9નાં મોતથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

 

 

Next Video