Rajkot: ગુજરાતમાં કોરોનાના સૌપ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ, રાજકોટના ગામડા આજે પણ સુરક્ષિત

|

Mar 19, 2021 | 11:31 AM

રાજકોટમાં (Rajkot) 19 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. રાજકોટના (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાં નદીમ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વચ્ચે રાજકોટ જિલ્લાના હજુ પણ કેટલાક ગામડાઓ સુરક્ષિત છે.

ફરી એક વાર ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઈ છે. છેલ્લા 2થી 3 દિવસથી કોરોનાના કેસ 1 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં (Rajkot) 19 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. રાજકોટના (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાં નદીમ નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નદીમે 17 દિવસની સઘન સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નદીમે 2 એપ્રિલના રોજ કોરોનાને મ્હાત આપી હતી. રાજકોટમાં (Rajkot) કોરોનાના કારણે પ્રથમ મોત 29 એપ્રિલના રોજ થયું હતું.

નોંધનીય છે કે, રાજકોટમાં એક વર્ષ દરમિયાન 17 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. તો 16 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટમાં અટાયર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટમાં સત્તાવાર રીતે 150 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે રાજકોટમાં 14 દિવસની બાળકીથી લઈને 84 વર્ષના વૃદ્ધોએ કોરોના સામે જીત મેળવી છે.

એક બાજુ રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,81,176 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી 2,72,332 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયારે 4433 લોકો કોરોના સામેની લડાઈ હારી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24,13,350 લોકોએ કોરોના રસીના પહેલો ડોઝ અને 5,67,671 લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લઇ લીધો છે. રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીકરણની આડ-અસર જોવા મળી નથી. રાજ્યનો રિકવરી રેટ 96.42 ટકા છે.

ગુજરાતના ઘણા ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. તો આ વચ્ચે રાજકોટ જિલ્લાના હજુ પણ કેટલાક ગામડાઓ સુરક્ષિત છે. રાજકોટ જિલ્લાના 112 ગામડાઓમાં હજુ સુધી કોરોનાએ પ્રવેશ કર્યો નથી. રાજકોટના 112 ગામડાઓમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ગામડાના લોકો શહેરના લોકો કરતા વધુ સુરક્ષિત છે. આ 112 ગામડામાં ચૂંટણી દરમિયાન પણ એક પણ સભા કરવામાં આવી નથી. તો બીજી બાજુ આ ગામડાઓમાં સિનિયર સીટીઝન કોરોનાની રસી લઇ રહ્યા છે.

આ પરથી કહી શકાય કે, રાજકોટ જિલ્લાના 112 ગામડા કોરોના મામલે અન્ય ગામડાઓ માટે ઉદાહરણ રૂપ બન્યા છે.

Next Video