Rajkot : ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક શોષણનો વિવાદ, કાયદાભવનના હેડ સામે ફરિયાદ

|

Oct 30, 2021 | 12:14 PM

આ અરજીમાં PHDની પરીક્ષા પાસ કરાવી આપવાની લાલચે વિદ્યાર્થિનીનું શારિરીક શોષણ કરાયું હોવાનું ખુલ્યું છે. આ વિદ્યાર્થિનીએ VCને અરજી લખી કહ્યું: 2007થી 2020 સુધીમાં મારી સાથે દુષ્કર્મ થયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ ડૉ. આનંદ ચૌહાણ સામે એક યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો, પીડિતાએ 2007થી 2020 સુધી વારંવાર શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે કુલપતિને અરજી કરી, પીડિતાએ પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરાના કહેવાથી વારંવાર શોષણ કર્યાના સનસનીખેજ આક્ષેપ પણ લગાવ્યા છે, ડૉ. આનંદ ચૌહાણ પહેલા વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે પીડિતાએ તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું જણાવ્યું, સાથે કામ કરતા સમયે અને પછી પીએચડીમાં પાસ કરાવી આપવાની કે યુનિવર્સિટીમાં રાજકીય લાભ આપવાની લાલચ સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પીડિતાએ અગાઉ કુલપતિને વારંવાર કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે, તો આગળ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ આનંદ ચૌહાણે પોતાની પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા, ડૉક્ટર આનંદે કહ્યું કે હું ક્યારેય મહિલાને મળ્યો નથી, કે તેણે મારી સાથે ક્યારેય કામ પણ કર્યું નથી, આ મહિલા પીએચડીમાં પાસ ન થયા હોવાથી મારા પર ખોટા આક્ષેપ કરીને દબાણ ઉભુ કરી રહ્યાં છે, આ અરજીમાં PHDની પરીક્ષા પાસ કરાવી આપવાની લાલચે વિદ્યાર્થિનીનું શારિરીક શોષણ કરાયું હોવાનું ખુલ્યું છે. આ વિદ્યાર્થિનીએ VCને અરજી લખી કહ્યું: 2007થી 2020 સુધીમાં મારી સાથે દુષ્કર્મ થયું છે. અધ્યાપક આનંદ ચૌહાણ દ્વારા વર્ષ 2007થી 2020 સુધીમાં મારી સાથે દુષ્કર્મ થયું છે. આટલા વર્ષ મેં સહન કર્યું પણ ન્યાય મળ્યો નથી.

આ પણ વાંચો :ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

Published On - 12:08 pm, Sat, 30 October 21

Next Video