રાજકોટ મનપામાં ચાલી રહ્યું છે કચરા નિકાલના કોન્ટ્રાક્ટનું કૌભાંડ. આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કોંગ્રેસે. કોંગ્રેસના નેતાઓએ આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અને સ્ટીંગ ઓપરેશન સ્વરૂપે કેટલાક વીડિયો રજૂ કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ મનપાના શાસકો પર સીધો આરોપ લગાવ્યો હતો. અને કચરા નિકાલનું આ કૌભાંડ 100 કરોડને પર પાર હોવાનો દાવો કર્યો. જોકે કોંગ્રેસે રજૂ કરેલા વીડિયોમાં ડોર ટુ ડોર કચરાના વાહનોમાં પથ્થર અને રોડા ભરીને વજન વધારવામાં આવતું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ડોર ટુ ડોરના વાહનમાં પથ્થરો ભરતા હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.
આ પણ વાંચોઃ ચાર..ચાર બંગડીવાળી ગાડી….ગીતને લઈ કાઠિયાવાડી કિંગ દ્વારા કિંજલ દવેને કાયદાકીય નોટિસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જોકે કોંગ્રેસે રજુ કરેલા વીડિયોની ટીવી9 પુષ્ટી નથી કરતું. પરંતુ આ વીડિયો સાથે કોંગ્રેસ ભાજપ શાસકો સામે લડી લેવાના મુડમાં જણાઇ રહી છે. એટલુ જ નહિં પરંતુ કોંગ્રેસના મહિલા મોરચના પ્રમુખ ગાયત્રી બાએ સાશકો માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપતા હોવાનો આરોપ લગાવ્યો. અને કેટલાક કોન્ટ્રાકટરોના નામો પણ જાહેર કર્યા. તો કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના શાસકો પણ સામે આવ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન ઉદય કાનગડે કોંગ્રેસના આરોપોને ફગાવ્યા. અને કોંગ્રેસે બુદ્ધિનું દેવાળું ફુક્યુ હોવાનું જણાવ્યું. સાથે જ કોંગ્રેસના નેતાઓ સત્તાથી દૂર થઇ ગયા હોવાથી મીડિયા અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાનો આરોપ લગાવ્યો. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને ખુલાસો કર્યો કે કચરો ઉપાડવાનું કામ જ મહિને 14 લાખનું છે તો 100 કરોડનું કૌભાંડ કેવી રીતે શક્ય બને. જોકે આગામી દિવસોમાં કચરાના નિકાલનું કૌભાંડ રાજકીય વિવાદ સર્જે તો નવાઇ નહીં.