Rajkot : મતદારોને રિઝવવા ભાજપની ભજીયા પાર્ટી, કોરોના નિયમોને મુકાયા કોરાણે

|

Feb 12, 2021 | 3:11 PM

Rajkot : ચૂંટણીઓ આવતા જ કોરોના પ્રત્યેની ગંભીરતા કોરાણે મુકાઇ છે. રાજકોટમાંથી ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે.

Rajkot : ચૂંટણીઓ આવતા જ કોરોના પ્રત્યેની ગંભીરતા કોરાણે મુકાઇ છે. રાજકોટમાંથી ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. જેમાં મતદારોને રીઝવવા માટે ભાજપ દ્વારા યોજાવામાં આવેલી ભજીયા પાર્ટીમાં કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ થતો દેખાય છે. લોકોએ દો ગજ કી દૂરી ભૂલી માત્ર જમણવારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એવાં દૃશ્યો જોવા મળે છે. જમણવારમાં નાનાં બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ જોવા મળ્યાં હતાં. જમણવારની લાલચ આપી આટલી ભીડ એકત્રિત કરી રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવી ચર્ચા ઊઠી હતી. જમણવારમાં મોટા ભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા.

 

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો મતદારોની તાસીર ઓળખી જાય છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર રસોડા શરૂ કરી દેવામાં આવે છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજકોટમાં મનપાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોએ ઠેર ઠેર રસોડા શરૂ કરી દીધા છે.

Next Video