Rajkot: શહેરીજનો માટે મોટા સમાચાર, કોવીશીલ્ડનાં 50 હજાર ડોઝ આવ્યા

|

May 12, 2021 | 12:13 PM

Rajkot : એક બાજુ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. કોરોના સંક્ર્મણને રોકવા માટે એક સરકાર પણ વિવિધ ઉપાય કરી રહી છે. આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

Rajkot : એક બાજુ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. કોરોના સંક્ર્મણને રોકવા માટે એક સરકાર પણ વિવિધ ઉપાય કરી રહી છે. આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 1 મેથી 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે રસીકરણની અછત જોવા મળી રહી છે.

આ વચ્ચે રાજકોટમાં આજે વધુ 50 હજાર કોવીશીલ્ડ રસીનો જથ્થો સઆવ્યો છે. જેમાંથી 18 થી 44 વર્ષના 10 હજાર જેટલા લોકોને અપાશે રસી. જયારે 44થી વધારે ઉંમરના 7 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે.

છેલ્લા 24 કલાકમાં 38 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.સરકારી ચોપડે 2300થી વધારે બેડ ખાલી છે. ઓક્સિજન બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કે વેન્ટિલેટર બેડની હજુ પણ અછત છે.

રાજ્ય સરકારે કોરોના દર્દીઓને આયુષ્માન, મા કાર્ડ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે તેવી રૂપાળી જાહેરાત તો કરી, પરંતુ જાહેરાતના 22 દિવસ બાદ પણ દર્દીઓને સારવારનો લાભ મળ્યો નથી. રાજકોટની સ્ટર્લિંગ, વોકહાર્ટ, સીનર્જી, ફિનિક્સ, ગિરિરાજ સહિતની હોસ્પિટલો આયુષ્માન, મા કાર્ડ પર સારવારની ચોખ્ખી ના પાડી રહી છે.

Published On - 11:50 am, Wed, 12 May 21

Next Video