Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, અધિકારીઓેને સર્વે કરવા કર્યો આદેશ

|

May 03, 2021 | 5:51 PM

તમામ ગામમાં સર્વે કરી સરપંચ, આગેવાનોને કોરોના ન વકરે તે માટે તાકીદ કરાશે. ગામડાઓમાં આરોગ્ય સુવિધા ઉભી કરવા માટે જિલ્લા પંચાયતના દરેક સભ્યોએ 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓે સર્વે કરવા આદેશ કર્યો છે. રાજકોટના ગામડાઓને કોરોના કેસના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં A કેટેગરીના 17 ગામમાં કોરોના સંક્રમણ વધારે છે. તો B કેટેગરીના 45 ગામમાં સંક્રમણ થોડુ ઓછું છે, જ્યારે C કેટેગરીના 105 ગામમાં કોરોના કેસ નહિવત્ છે.

આ તમામ ગામમાં સર્વે કરી સરપંચ, આગેવાનોને કોરોના ન વકરે તે માટે તાકીદ કરાશે. ગામડાઓમાં આરોગ્ય સુવિધા ઉભી કરવા માટે જિલ્લા પંચાયતના દરેક સભ્યોએ 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિને 4.16 કરોડની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી છે.

Next Video