RAJKOT : જામકંડોરણામાં દૂધીવદર ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

|

Jul 27, 2021 | 12:19 PM

Accident in Jamkandora : ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ લઈ જવાયા છે.

RAJKOT : જામકંડોરણામાં દૂધીવદર ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ
RAJKOT: Accident between bike and car near Dudhivadar village in Jamkandora, 3 people died

Follow us on

RAJKOT : રાજકોટના જામકંડોરણા તાલુકામાં અકસ્માતની (Accident in Jamkandora) ઘટના ઘટી છે. જામકંડોરણામાં દૂધીવદર ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત (Accident in Dudhivadar village) સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. બાઇક સવાર પુરુષ, એક મહિલા અને એક નાના બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક વાડીમાં મજુર તરીકે કામ કરતા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવું રહ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ લઈ જવાયા છે.

Next Article