Viral Video: રાજકોટમાં ટ્રાફિક પોલીસ સાથે બબાલ બાદ વાહન ટો થઇ જતા અમદાવાદની મહિલા રડી પડી

|

Nov 22, 2021 | 2:57 PM

Viral Video: રાજકોટમાં ટ્રાફિક પોલીસ સાથે એક વાહનચાલક મહિલાની બબાલ સામે આવી હતી. મહિલાએ કર્મચારીનું આઈકાર્ડ માંગતા વિવાદ સર્જાયો હતો.

Rajkot: વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસને લોકો સાથે ઘસારો થતો હોય છે. તો આવામાં ઘણીવાર વિડીયો પણ સામે આવ્યા છે. આવો જ એક બનાવ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસે (Traffic Police) અમદાવાદની (Ahmedabad) એક મહિલા વાહનચાલકને અટકાવી ગાડીના કાગળો માગ્યા હતા. આ સમયે ગાડી ચલાવતી મહિલાએ પણ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલનું આઈકાર્ડ માંગ્યુ હતુ. અને પછી સમગ્ર મામલે વિવાદ ઘર્ષણ સર્જાયું.

આ સમગ્ર ઘર્ષણ દરમિયાન ટ્રાફિક પોલીસે મહિલાનું વાહન ડિટેઈન કરી દીધું હતું. વાટન ટો કરવામાં આવ્યું અને બાદમાં આ જોઇને મહિલા ભર બજારમાં રડી પડી. મહિલાને રડતા જોઈ લોકો ભેગા થઇ ગયા હતા. આ દ્રશ્યો જોઈ આજૂબાજૂ ટોળુ ઉમટ્યું હતુ. તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે લોકોએ વિરોધ કર્યો હતો.

આ સમગ્ર બનાવનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલાની નોંધ પોલીસ વિભાગે પણ લીધી છે. માહિતી પ્રમાણે આ ઘટનાની તાપસ કરવામાં આવી રહી છે. તપાસમાં જવાબદાર કર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

 

આ પણ વાંચો: Banaskantha: BSF નું ફેક ID-કાર્ડ બનાવનાર બે યુવકો ઝડપાયા, આ કૃત્ય પાછળનું કારણ આવ્યું સામે

આ પણ વાંચો: Navsari: વિદ્યાર્થીના હાથમાં પેન-પેન્સિલના બદલે સાવરણો! શાળા શરુ થયાના પહેલા જ દિવસે સાફ કરાવ્યા ટોયલેટ

આ પણ વાંચો: રાવલપિંડી એક્સપ્રેસ Shoaib Akhtar ફરી ક્યારેય દોડી શકશે નહીં ! મેલબોર્નમાં થનારું મોટું ઓપરેશન કારણભૂત રહેશે

Next Video