Corona Update : રાજકોટમાં બપોર સુધી કોરોનાના ૮૫ કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર એક્શન મોડમાં

|

Apr 01, 2021 | 3:36 PM

ગુજરાતમાં કોરોનાના કહેર સતત વધી રહ્યો છે. જેમાં રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં સામે આવેલી માહિતી મુજબ બપોરે સુધીમાં રાજકોટના કોરોનાના દર્દીઓનો આંક ૮૫એ પહોંચ્યો છે

ગુજરાતમાં Coronaના કહેર સતત વધી રહ્યો છે. જેમાં રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં સામે આવેલી માહિતી મુજબ બપોરે સુધીમાં રાજકોટના કોરોનાના દર્દીઓનો આંક ૮૫એ પહોંચ્યો છે. જેમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ આંકડો મોડી સાંજ સુધી વધી શકે તેમ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બપોરે ૧૨ વાગે સુધી ૮૫ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ૧૧ લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

રાજ્યમાંCorona સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252 અને 30 માર્ચે 2220નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 31 માર્ચે 2300થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

2360 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 31માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2360 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ અને ખેડા, મહીસાગર અને વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,07,698 થઇ છે તેમજ મૃત્યુઆંક વધીને 4519 થયો છે.

અમદાવાદમાં 611 અને સુરતમાં 602 કેસ
રાજ્યમાં નોધાયેલા Corona ના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 611, સુરતમાં 602, વડોદરામાં 290 અને રાજકોટમાં 172 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં નવા નોધાયેલા કેસોમાં 55 ટકા જેટલા કેસો માત્ર આમદાવાદ અને સુરતમાંથી જ છે.

એક્ટીવ કેસ વધીને 12,610 થયા
રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હાલ 12,610 એક્ટીવ કેસો છે, જેમાં 152 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,458 લોકોની સારવાર ચાલી રહી છે.

2004 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 31 માર્ચના દિવસે Corona થી મુક્ત થઈને સજા થયેલા દર્દીઓનો આંકડો 2000 ને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2004 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,90,569 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.43 ટકા થયો છે. તેમજ  કોરોનાના કેસ અને વધી રહેલા મૃત્યુના પગલે રીકવરી રેટ  ઘટી શકે છે.

Published On - 3:34 pm, Thu, 1 April 21

Next Video