ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં 5, પારડી, ગણદેવી, કામરેજ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો

|

Jul 29, 2020 | 4:56 AM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પારડી, ગણદેવી, કામરેજ અને ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મહુવા અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 6થી 10 સુધીના ચાર જ […]

ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં 5, પારડી, ગણદેવી, કામરેજ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો

Follow us on

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પારડી, ગણદેવી, કામરેજ અને ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મહુવા અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 6થી 10 સુધીના ચાર જ કલાકમાં નવસારીના જલાલપોરમાં 4 ઈંચ અને નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધી 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 69.76 ટકા , કચ્છમાં 89.16 ટકા, મધ્ય- પૂર્વ ગુજરાતમાં 27.21 ટકા, ઉતર ગુજરાતમાં 27.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 29.91 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય રાજ્યમાં વરસાદ પ્રમાણમાં ઓછો વરસ્યો છે.

Next Article