Gujarat Monsoon: ક્યાંક જળાશયો ખાલી, તો ક્યાંક ખેતર ફેરવાયા બેટમાં, જાણો ક્યાં છે કેવી પરિસ્થિતિ

|

Sep 15, 2021 | 9:09 PM

ગુજરાતમાં કુદરતની અજબ કરામત જોવા મળી છે. એક તારફ બનાસકાંઠા જિલ્લો કોરો ધાકોર છે. તો બીજી તરસ સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે.

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદે અલગ અલગ અસર કરી છે. ક્યાંક ડેમ ઉભરાયા છે તો ક્યાંક હજુ વરસાદ ઓછો જોવા મળ્યો છે. ચાલો જાણીએ વરસાદની કયા વિસ્તારમાં કેવી અસર થઇ છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે વ્યાપક નુકસાન થયું છે. ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા છે. તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે. સ્થિતિ હજુ પણ પાણી પાણી છે. વાત કરીએ જામનગરની તો જામનગરનો ફિલ્ટર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થતા વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે. આ તરફ કચ્છમાં પણ ખેતીમાં નુકસાન સર્જાયું છે.

બનાસકાંઠા જિલ્લો કોરો ધાકોર છે. અને જળાશયો ખાલી ખમ છે. તો રાજકોટમાં ભારે વરસાદને પગલે સોમનાથ મહાદેવ મંદિરમાં નુકસાન થયું. ભારે વરસાદને કારણે જામનગરના કાલાવડમાં ધુડશીયા, બાંગા અને લલોઇમાં ભારે નુકસાનના સમાચાર છે. જ્યારે પોરબંદરનો ઘેડ પંથક હજુપણ પાણીમાં ગરકાવ છે. અને જનજીવન પ્રભાવિત છે.

આ બાજુ ઘેડ પંથકમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે. અને ચોમાસુ વાવેતર નષ્ટ થયું છે. જ્યારે ઉપલેટાના ખેતરો પણ પાણીમાં તરબોળ છે. આ વિસ્તારોમાં પાક પાણીમાં નષ્ટ થયો છે. ઉપલેટામાં મોજ નદીના પૂરને પગલે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકને વ્યાપક નુકસાનનો અંદાજ છે. બીજી બાજુ વરસાદને પગલે એસટીની અનેક ટ્રીપ પ્રભાવિત થઇ. રાજકોટમાં 56 રૂટ હજુ પણ બંધ છે. ઘેડ પંથકમાં આવેલું ખોડિયાર મંદિરમાં ભાદરના પાણી ઘૂસી જવાથી અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. આમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં નુકસાની જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Surendranagar: કુતરાને બચાવવામાં 2 લોકોએ ગુમાવ્યા જીવ, નાળામાં ખાબકી ગાડી

આ પણ વાંચો: RAJKOT : નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ, ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી

Next Video