Rain in Gujarat : રાજયના 25 જિલ્લાના 125 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ

|

Jun 22, 2021 | 12:08 PM

Rain in Gujarat : રાજ્યમાં ચોમાસાનો (Monsoon) વિધિવત પ્રારંભ થઇ ગયો છે. ગત 24 કલાકમાં રાજયના 25 જિલ્લાના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Rain in Gujarat : રાજ્યમાં ચોમાસાનો (Monsoon) વિધિવત પ્રારંભ થઇ ગયો છે.  છેલ્લા 2- 3 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગત 24 કલાકમાં રાજયના 25 જિલ્લાના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 25 જિલ્લાના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂન માસનો અત્યાર સુધી કુલ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની ટકાવારી 10.38 ટકા નોંધાઈ છે. 84 તાલુકામાં 0થી 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 115 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે. 43 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. 9 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારું રહી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ પંથકમાં હળવો વરસાદ પડી શકે છે.

Next Video