રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. આ વચ્ચે ઘણા ઉમેદવારો મુખ્યમંત્રી પદની રેસમાં છે. એજમાં પુરુષોત્તમ રૂપાલાનું (Parshottam Rupala)નામ પણ ચર્ચામાં છે. આવો જાણીએ તેની રાજકીય કારકિર્દી વિષે.
પુરષોતમ રૂપાલાની વાત કરવામાં આવે તેનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પુરુષોત્તમ રૂપાલાએ બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હતી .1988થી 1991 સુધી જવાબદારી નિભાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી હતી.ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી હતી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે 2010થી 2016 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે આંધ્ર પ્રદેશ જવાબદારી નિભાવી છે.અમરેલી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે 1991થી 2002 સુધી જવાબદારી નિભાવી છે. રાજ્યસભામાં સંસદ તરીકે 2008થી 2014 અને 2018થી અત્યાર સુધી જવાબદારી નિભાવી રહ્યા છે.
ભારત સરકારના મંત્રી, મત્સ્યપાલન, પશપાલન અને ડેરી મંત્રાલયની પણ જવાબદારી નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
Published On - 4:35 pm, Sat, 11 September 21