પુરૂષનાં દિલમાં પ્રવેશવાનો રસ્તો એટલે કિચન, જો આટલું ધ્યાન રાખશો તો તમારા કિચનની પ્રશંસા પાક્કી

રસોડું એક એવી જગ્યા છે જ્યાં હાઉસવાઈફનું આધિપત્ય હોય છે. દરેક મહિલાનું સપનું હોય છે કે કિચન તો તેની પસંદ અને જરૂરિયાત મુજબનું જ હોવું જોઈએ. કિચનને માતા અન્નપૂર્ણાનું મંદિર પણ કહેવાય છે ત્યારે રસોડાને કેવી રીતે ખુબસુરત બનાવી શકાય છે તે અંગે પણ જાણી લો. લાઈટ : રસોડામાં પૂરતો હવા ઉજાશ હોવો ખૂબ જરૂરી […]

પુરૂષનાં દિલમાં પ્રવેશવાનો રસ્તો એટલે કિચન, જો આટલું ધ્યાન રાખશો તો તમારા કિચનની પ્રશંસા પાક્કી
https://tv9gujarati.in/purush-na-dil-ma…prahansha-thashe/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:25 PM

રસોડું એક એવી જગ્યા છે જ્યાં હાઉસવાઈફનું આધિપત્ય હોય છે. દરેક મહિલાનું સપનું હોય છે કે કિચન તો તેની પસંદ અને જરૂરિયાત મુજબનું જ હોવું જોઈએ. કિચનને માતા અન્નપૂર્ણાનું મંદિર પણ કહેવાય છે ત્યારે રસોડાને કેવી રીતે ખુબસુરત બનાવી શકાય છે તે અંગે પણ જાણી લો.

લાઈટ :
રસોડામાં પૂરતો હવા ઉજાશ હોવો ખૂબ જરૂરી છે.કુદરતી અને કૃત્રિમ લાઈટથી કિચન શોભી ઉઠે છે.રસોડામાં વેન્ટીલેશન માટે પણ ઓછામાં ઓછી એક બારી હોવી જરૂરી છે. બારીની સામે અરીસો રાખવાથી બહારથી આવતો પ્રકાશ રીફલેક્ટ થાય છે અને કિચનને ઉજાશથી ભરી દે છે.

ફ્રુટ બાઉલ:
આ ખૂબ કામયાબ અને અજમાવેલો ફોર્મ્યુલા છે અને તે છે ફ્રુટબાઉલ. તે માહોલને જીવંત બનાવે છે. ખાવાની ઈચ્છા વધારે છે અને જો ભૂખ લાગે તો પણ તમને હેલ્ધી ફળ મળશે. આર્ટિફિશયલ ફ્રુટ પણ મૂકી શકાય છે.

પ્લાન્ટ્સ:
કિચન કાઉન્ટર કે બારી પાસે કુંડામાં મુકેલ છોડ રસોડાની શોભા વધારે છે. રસોઈ માટે વપરાતા જરૂરી હર્બ્સ પણ રોપી શકાય છે.

સ્માર્ટ સ્ટોરેજ:
તમને ઓપન કિચન પસંદ હોય તો ઉપયોગમાં આવતી વસ્તુઓ એવી જગ્યાએ મુકવી જોઈએ જેથી તે સરળતાથી મળી જાય. ચમચી, કડછી, ચપ્પુ, તવેઠો જેવી રોજની વપરાશની વસ્તુઓ સ્માર્ટલી સ્ટોર કરી રસોડાની સુંદરતા વધારી શકાય છે.

જાર્સ
ઓ કિચન ઓપન હોય તો જાર એટલે કે બરણીથી એની સુંદરતા વધી જાય છે. જાર્સ કિચનને રંગીન બનાવે છે. ડેકોરેટિવ બોટલ્સ પણ શ્રેષ્ઠ ઓપશન રહેશે.

ફોકલ પોઇન્ટ
કિચનમાં કોઈ દીવાલ કે જગ્યાને ફોકલ પોઇન્ટ બનાવો જેથી કિચનમાં આવનારની પહેલી નજર તેના પર પડે. ત્યાં બોલ્ડ કલર કરાવી કોઈ આર્ટ પીસ કે કે વોલપેપર મૂકી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:09 am, Sat, 5 September 20