SABARKANTHA : વડાલીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો અનોખી રીતે કરાયો વિરોધ

|

Jul 08, 2021 | 11:12 PM

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો સતત શરૂ છે. વર્ષ 2021 શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂ.16.24 અને ડીઝલમાં રૂ.15.41 નો વધારો થયો છે.

SABARKANTHA : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો સતત શરૂ છે. વર્ષ 2021 શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂ.16.24 અને ડીઝલમાં રૂ.15.41 નો વધારો થયો છે.દેશના ચાર મેટ્રો સીટી દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ સહીત 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત લીટરે રૂ.100 ની પાર થઇ ગઈ છે.

સાબરકાંઠાના વડાલી (Vadali) માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. વડાલીના જાહેર રસ્તા પર આવતા-જતા વાહન ચાલકોને ચોકલેટ આપીને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ઇંધણના ભાવો વધતા વાહનચાલકોને ચોકલેટ આપીને વિરોધ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

Published On - 11:02 pm, Thu, 8 July 21

Next Video