રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ IT Cellના ચેરમેનને કોર્ટમાં બોલાવવાની ફરિયાદી પક્ષે કરી રજૂઆત

|

Jan 22, 2021 | 3:58 PM

Rahul Gandhiએ જબલપુરમાં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. આ બાબતમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ નોંધાયો હતો.

રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ IT Cellના ચેરમેનને કોર્ટમાં બોલાવવાની ફરિયાદી પક્ષે કરી રજૂઆત
માનહાનીનો કેસ

Follow us on

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)  જબલપુરમાં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. આ બાબતમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા આ નિવેદન અને ટ્વિટમાં ઉલ્લેખને લઈને ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી મેટ્રો કોર્ટમાં ચાલી રહી છે. મેટ્રો કોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણીમાં કુલ 4 સાક્ષીઓના નિવેદનો પૂર્ણ થયા હતા.

જેમાં ફરિયાદી પક્ષે કોંગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તાને કોર્ટમાં નિવેદન માટે બોલાવવાની માગ કરી છે. ત્યારે રાહુલ ગાંધી તરફથી વકીલ દ્વારા આ મામલે વાંધો ઉઠાવીને રજૂઆત કરાઈ હત . મેટ્રો કોર્ટે આ મામલે 28 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણીનો આદેશ કર્યો છે.

Next Article