વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO

વડોદરાના સાવલી તાલુકાની એક કંપનીમાં કામદારાનું શંકાસ્પદ મોત થતા વિવાદ સર્જાયો છે. સાવલીના મંજુસર ગામમાં આવેલી હરિહર ઓર્ગો કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આ ઘટના બની હતી. અહીં કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. તેઓ કંપનીમાં કેમિકલ ટેન્કર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ફસડાઈને નીચે પડ્યા હતા, જેમા તેમનું […]

વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO
| Updated on: Dec 06, 2020 | 5:33 PM

વડોદરાના સાવલી તાલુકાની એક કંપનીમાં કામદારાનું શંકાસ્પદ મોત થતા વિવાદ સર્જાયો છે. સાવલીના મંજુસર ગામમાં આવેલી હરિહર ઓર્ગો કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આ ઘટના બની હતી. અહીં કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. તેઓ કંપનીમાં કેમિકલ ટેન્કર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ફસડાઈને નીચે પડ્યા હતા, જેમા તેમનું મોત થયું. જોકે આ મોત ગેસની અસર થવાના કારણે થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે સાથે જ તેમણે કંપની પાસે વળતરની માગ કરી છે. જ્યા સુધી વળતર આપવામાં નહીં આવે ત્યા સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાથી ઈનકાર કરી દીધો છે. પરિવારનો આરોપ છે કે, ગેસની અસર થવાના કારણે જ વ્યક્તિનું શરીર સફેદ પડી ગયું હતું.

આ પણ વાંચો: AMC મામલે સરકાર લઇ શકે છે મહત્વનો નિર્ણય, 14 ડિસેમ્બરથી વહીવટદાર સંભાળી શકે છે સત્તા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us