પીએમ મોદી (PM Modi) એ કચ્છની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (Super Specialist Hospital) નું કર્યું વર્ચ્યુલ લોકાર્પણ કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે ઓછા ખર્ચે થશે ઉત્તમ સારવાર હવે કચ્છ (Kutch) માં જ મળી રહેશે, હવે અદ્યતન સારવાર માટે અમદાવાદ કે રાજકોટ નહી જવું પડે. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભૂકંપના કારણે થયેલી તબાહીને પાછળ છોડીને ભુજ અને કચ્છના લોકો હવે પોતાની મહેનતથી આ વિસ્તાર માટે નવું નસીબ લખી રહ્યા છે. આજે આ વિસ્તારમાં ઘણી આધુનિક તબીબી સેવાઓ અસ્તિત્વમાં છે. આ એપિસોડમાં, ભુજને આજે એક આધુનિક, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળી રહી છે.
બહેતર આરોગ્ય સુવિધાઓ માત્ર રોગોની સારવાર સુધી મર્યાદિત નથી, તે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપે છે. જ્યારે ગરીબને સસ્તી અને શ્રેષ્ઠ સારવાર મળે છે, ત્યારે તેનો સિસ્ટમમાં વિશ્વાસ વધુ મજબૂત થાય છે. આ વિચારસરણી છેલ્લા વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે અમલમાં મુકાયેલી તમામ યોજનાઓની પ્રેરણા છે.
આયુષ્માન ભારત યોજના અને જન ઔષધિ યોજનાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સારવાર માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની બચત થઈ રહી છે. જો ગરીબને સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળે છે, તો તે સરળતાથી ગરીબીમાંથી બહાર આવવા માટે સખત મહેનત કરે છે.
દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનો ધ્યેય હોય કે તબીબી શિક્ષણને બધા માટે સુલભ બનાવવાના પ્રયાસો હોય, આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળવા જઈ રહ્યા છે.
મોદીએ કચ્છને ટુરિઝમનું મોટું કેન્દ્ર બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે વિદેશમાં રહેતા કચ્છના લોકો ત્યાંના આળખીતાઓને સમજાવે અને ભારત આવવા પ્રોત્સાહિત કરે. કચ્છના લોકો પાસે મારી અપેક્ષા છે માલધારી બધા આઠ મહિના બહાર રહે છે. આ કચ્છને ન શોભે. પાણીના અભાવે કચ્છમાં રહેવું મુશ્કેલ હતું પણ હવે કચ્છમાં પાણી આવ્યું છે. હવે લીલોતરી આપી છે. હવે ઘાસચારો છે. હવે તે સ્થાયી થાય અને બાળકોને ભણાવે. આ સાથે કચ્છમાં 75 ભવ્ય તળાવ બનાવવા પણ કહ્યું છે.
આ હોસ્પિટલ (Hospital) નું નિર્માણ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છ (Kutch) માં આ પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તે કુલ 200 બેડ ધરાવતી હોસ્પિટલ છે. હોસ્પિટલ દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડવામાં આવવામાં આવશે.
આ હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી (કેથલેબ), કાર્ડિયોથોરાસિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુક્લિયર મેડિસિન, ન્યુરલ સર્જરી (ન્યુરો સર્જરી), જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અન્ય આનુષંગિક સેવાઓ જેમ કે. વૈજ્ઞાનિક પરીક્ષણ પ્રયોગશાળાઓ, રેડિયોલોજી વગેરે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ Vadodara: ભાજપના કોર્પોરેટરની દારુ લાવવાનો ઉલ્લેખ કરતી ચેટ વાયરલ થતાં વિવાદ
આ પણ વાંચોઃ Ahmedabad: રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાર્દિક પટેલ સામે થયેલા કેસમાં મેટ્રો કોર્ટ આજે આપશે ચૂકાદો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 11:20 am, Fri, 15 April 22