VADNAGAR : વડાપ્રધાન મોદીએ વડનગર રેલ્વે સ્ટેશન સહિત મહેસાણા-વરેઠા બ્રોડ ગેજ લાઇનનું લોકાર્પણ કર્યું, જાણો શું કહ્યું વડનગર વિશે

|

Jul 16, 2021 | 5:38 PM

Vadnagar railway station : મહેસાણા-વરેઠા ગેજ રૂપાંતર અને વીજળીકરણ કરાયેલ બ્રોડ ગેજ લાઇનમાં કુલ 10 સ્ટેશનો છે જેમાં ચાર નવા વિક્સાવાયેલા સ્ટેશન બિલ્ડિંગ- વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા છે. આ સેક્શન પર મોટું સ્ટેશન વડનગર છે.

VADNAGAR : વડાપ્રધાન મોદીએ વડનગર રેલ્વે સ્ટેશન સહિત મહેસાણા-વરેઠા બ્રોડ ગેજ લાઇનનું લોકાર્પણ કર્યું, જાણો શું કહ્યું વડનગર વિશે
Prime Minister Modi inaugurated Vadnagar railway station

Follow us on

VADANAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ આજે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગાંધીનગરનું નવું રેલ્વે સ્ટેશન, તેન પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ, ગુજરાત સાયન્સ સીટીના ત્રણ નવા પ્રકલ્પો રોબોટિક ગેલેરી, એક્વાટીક ગેલેરી અને નેચર પાર્ક તેમજ ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ ટ્રેન અને હેસાણા-વરેઠા ગેજ રૂપાંતર અને વીજળીકરણ કરાયેલ બ્રોડ ગેજ લાઈન (Mehsana-Varetha Broad Gauge Line)નું વડનગર રેલ્વે સ્ટેશન (Vadnagar railway station) સહિત ઉદ્ઘાટન-લોકાર્પણ કર્યું.આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આજે વડનગર પણ આ વિસ્તરણનો એક ભાગ બની ગયો છે.વડનગર સ્ટેશન સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. નવું સ્ટેશન ખરેખર આકર્ષક લાગે છે. આ નવી બ્રોડગેજ લાઇનના નિર્માણની સાથે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હવે સારી રેલ્વે સેવા સાથે જોડાયેલ છે.

મહેસાણા-વરેઠા બ્રોડ ગેજ લાઈન
મહેસાણા- વરેઠા 55 કિમીનું ગેજ રૂપાંતરણ રૂ. 293 કરોડના ખર્ચે, રૂ. 74 કરોડના ખર્ચે વીજાળીકરણના કામ સાથે સંપૂર્ણ થયું છે. એમાં કુલ 10 સ્ટેશનો છે જેમાં ચાર નવા વિક્સાવાયેલા સ્ટેશન બિલ્ડિંગ- વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા છે. આ સેક્શન પર મોટું સ્ટેશન વડનગર છે જે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિક્સાવાયું છે. વડનગર સ્ટેશનની ઇમારતને શિલાઓ કોતરીને સુંદર રીતે ડિઝાઇન કરાયું છે. આ પરિયોજના (Mehsana-Varetha Broad Gauge Line)નો કુલ ખર્ચ રૂ. 367.80 કરોડ જેટલો થયો છે. આ યોજનાના મુખ્ય લાભો વિષે વાત કરીએ તો-

1) વડનગર –મોઢેરા–પાટણ હેરીટેજ સર્કિટ સાથે જોડાણ

2) અમદાવાદ–જયપરુ –દિલ્હી મુખ્ય લાઇન સાથે કનેક્ટિવિટી

3) આ વિસ્તારના લોકો માટે પરિવહનનુ ઝડપી અને શ્રેષ્ઠ માધ્યમ
4) અત્યાર સુધી વિખુટા રહેલા આ સેક્શનમા સામાજિક-આર્થિક વેગ પકડાશે.આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ માટે મોટી તકોના દ્વાર ખુલશે.

5) આનાથી આર્થિક, પ્રવાસન અને કૃષિ વિકાસનો વેગ વધશે. અને તેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.

6) આ સેક્શનમા મોટુ સ્ટેશન વડનગર છે. જે ઐતિહાસિક મહત્વ ધરાવતુ શહર છે.
વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામા આવ્યો છે.

વડનગરનું નવું રેલ્વે સ્ટેશન
નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર રેલ્વે સ્ટેશન(Vadnagar railway station) ની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. અહી પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે. તેમજ સ્ટેશનની આસપાસ સુંદર ગાર્ડન વિકસાવવામા આવ્યા છે. વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના સ્ટેશનો સાથે જોડાશે અને દેશના અન્ય ભાગોને જોડતા આ સેક્શનમાંથી મુસાફર અને માલવાહક ટ્રેનો દોડશે. વડનગર રેલવે સ્ટેશને પર પુરી પાડવામાં આવેલી સવલતો વિષે વાત કરીએ તો

1)425 મીટર લંબાઇના બે પ્લેટફોર્મ, બંને પ્લેટ ફોર્મને જોડતા ફુટ ઓવર બ્રીજ.

2) સામાન્ય અને મહિલા મુસાફર માટે પ્રતીક્ષા ખંડ, મુસાફરો માટે કાફે સાથે પ્રતીક્ષા ખંડ,
3) આખા પ્લટે ફોર્મને ઢાકી દેતો શેડ.

4)શૌચાલય, પીવાના પાણીની વયવસ્થા, બેસવાની વ્યવસ્થા
.
5)દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને પાણીની વયવસ્થા.

Published On - 5:32 pm, Fri, 16 July 21

Next Article