GUJARATના આ મંદિરમાં મળે છે મરચાંના અથાણાનો પ્રસાદ, જુઓ વિડીયો

|

Jan 23, 2021 | 4:58 PM

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને બુંદી, મગસ, પેંડા, લાડુ, ચિક્કી જેવી મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

પરંતુ ખેડા (KHEDA)જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં (VADTAL TEMPLE) લીલા મરચાના અથાણાનો ખાસ પ્રસાદ મળે છે. વડતાલ મંદિરના સ્થાપના સમયથી જ મરચાનું અથાણુ બનાવવાની શરૂ થયેલી પરંપરા હજી યથાવત્ છે. ચાલુ વર્ષે બનાસકાંઠાથી 1500 મણ લીલા મરચા ખરીદવામાં આવ્યા છે. આ મરચાંમાં લીંબુ, હળદર, વિવિધ મસાલા ઉમેરીને ખાસ લાકડાના કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે. આ લીલા મરચાનું અથાણુ ત્રણ મહિના બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે.

 

 

જણાવી દઈએ કે, આ લીલા મરચાનું અથાણુ 12 મહિના સુધી બગડતુ નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તીર્થયાત્રા સમયે પારકું અન્ન ન જમવું. જેથી આજે પણ અનેક હરિભક્તો ઘરેથી રોટલા, થેપલા લઈને આવે છે અને મંદિરમાં મળતા મરચા, છાશ સાથે ભાવપૂર્વક જમે છે.

આ પણ વાંચો: નાલાયક CHINAની વધુ એક અવળચંડાઈ, COAST GUARDને આપી ફાયરિંગ મંજૂરી, વિદેશી જહાજોને મારી શકે છે ગોળી

Published On - 4:52 pm, Sat, 23 January 21

Next Video