Ahmedabad: પોલીસ એકેડમીના S.Pના માત્ર એક ટ્વીટથી મળ્યું પ્લાઝમા દાન, સિવિલને એકસાથે 15 પ્લાઝમાનું મળ્યું ડોનેશન

|

May 13, 2021 | 7:29 AM

પોલીસ તાલીમ અકાદમીના એસ.પી. હરેશ દુધાતે લખ્યું કે તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થઈ સાજા થયા હોય તેવા 28 તાલીમાર્થીઓ પ્લાઝ્મા ડોનેટ કરવા માગે છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ તોડવામાં અને જોડવામાં બંને રીતે થઈ શકે છે. પણ જો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો તેના પરિણામ હંમેશા હિતકારી હોય છે. તેનું ઉદાહરણ હમણા જ જોવા મળ્યું. કોરોનાના આ વસમા કાળમાં કરાઈ પોલીસ એકેડમીના S.P એ માત્ર એક ટ્વીટ કર્યુ અને અમદાવાદ સિવિલને એકસાથે 15 પ્લાઝમાનું ડોનેશન મળ્યું.

ગુજરાતના નવા તેજતર્રાર પોલીસ અધિકારીઓને તૈયાર કરતી કરાઈ પોલીસ તાલીમ અકાદમીના એસ.પી. હરેશ દુધાતે તેમના ટ્વિટર હૅન્ડલ પર એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થઈ સાજા થયા હોય તેવા 28 તાલીમાર્થીઓ પ્લાઝ્મા ડોનેટ કરવા માગે છે. આ સાથે જ જવાનોના નામ, બ્લડ ગ્રૂપ, મોબાઇલ નંબર જેવી વિગતો આપી સંપર્ક કરવાની તૈયારી દર્શાવી. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી તેનો તરત જવાબ પણ મળ્યો.

એ સાથે જ સિવિલ હોસ્પિટલની ‘બ્લડ બૅન્કની વૅન’ કરાઈ તાલીમ અકાદમી પહોંચી. 28 તાલિમાર્થીઓને એન્ટિ-બોડી લેવાયા, જેમાંથી 15 તાલીમાર્થીના ટાઇટલ પોઝિટિવ આવ્યાં. આ તમામે બ્લડ બૅન્કમાં પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

Next Video