PORBANDAR : આર્યકન્યા ગુરુકુળની અનોખી પરંપરા, વિદ્યાર્થિનીઓને ધારણ કરાવવામાં આવે છે યજ્ઞોપવિત

|

Aug 22, 2021 | 7:58 PM

દર વર્ષે અહીં 100 થી 150 યુવતીઓને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે.અત્યાર સુધીમાં કુલ 30 હજારથી વધુ વિદ્યાર્થિનીઓએ જનોઈ ધારણ કરીને હિન્દૂ સંસ્કૃતિનું સિંચન કર્યું છે.

PORBANDAR : હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ છે, તેમાંથી એક છે યજ્ઞોપવિત એટલે કે સંસ્કાર. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહી પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. પ્રાચીનકાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ વૈદિક વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરીને બહેનોને પણ જનોઈ પહેરવાનો અધિકાર આપ્યો છે એવો વેદસંદેશ આપ્યો.રક્ષાબંધનના અને નારિયેળી પૂનમ નિમિત્તે જનોઈ બદલવામાં આવે છે. આજના દિવસે વૈદિક અને ધાર્મિક વિધિથી જનોઈ બદલવામાં છે.

પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં યુવતીઓ જનોઈ ધારણ કરીને પોતાની જાતને અહોભાગ્ય માને છે. દર વર્ષે અહીં 100 થી 150 યુવતીઓને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે.અત્યાર સુધીમાં કુલ 30 હજારથી વધુ વિદ્યાર્થિનીઓએ જનોઈ ધારણ કરીને હિન્દૂ સંસ્કૃતિનું સિંચન કર્યું છે.પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને પુત્રી સવિતા દીદી સ્થાપિત આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા 100 વર્ષ કરતા વધુ સમયથી દીકરીઓને અભ્યાસ કરાવાય છે અને તેમનામાં આર્ય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે. અહીં અભ્યાસ કરતી દીકરીને ધર્મ, અભ્યાસ અને સામાજિક પ્રવૃત્તિનું શિક્ષણ આપવામાં આવે છે, સાથે સાથે ધર્મ સમાજમાં કેવી રીતે વ્યવહારું બનવું તેનું પણ મહત્વ સમજાવવામાં આવે છે.

આ પણ વાંચો : રાજ્યની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધારવાની માંગ, એક તાસના મળે છે માત્ર આટલા રૂપિયા

આ પણ વાંચો : AMRELI : 5 તંદુરસ્ત સિંહોના રેસ્ક્યુના 4 દિવસ બાદ પણ પરત ન મોકલાતા સ્થાનિકોમાં નારાજગી

Next Video